ભરૂચઃ ટંકારીયા ગામે મકાનોમાં આગ લાગતા અફરા-તફરી મચી ગઈ હતી. અગમ્ય કારણોસર આગ લાગતા આજુબાજુના લોકોમાં ભાગદોડ મચી જવા પામી છે. મજૂરીકામ કરવા ગયેલા મજૂરોના 3 મકાનોમાં આગ લાગતાં બળીને ખાખ થઈ ગયા હતા.


સદ્નનસીબે આગ લાગવાની ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. મકાન માં આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ છે. ગામવાસીઓએ જાતે આગળ આવી પાણી છાંટી આગ પર કાબુ મેળવ્યો હતો.