Nothing Phone 2: લંડનની મોટી ટેક કંપની Nothing એ તાજેતરમાં Nothing Chats નામની પોતાની મેસેજિંગ એપ લૉન્ચ કરી છે. આ એપ આઈફોનમાં મળતા iMessages જેવી જ કામ કરે છે અને કંપનીએ તેને એન્ડ્રોઈડ યૂઝર્સ માટે તૈયાર કરી છે. કંપનીના સીઈઓ કાર્લ પેઈએ કહ્યું કે તેણે આઈફોનમાં જોવા મળતા iMessage જેવી જ એન્ડ્રોઈડ યૂઝર્સ માટે એક એપ બનાવી છે. નથિંગ ચેટ્સ એપ્લિકેશન હાલમાં ફક્ત તે યૂઝર્સ માટે જ ઉપલબ્ધ છે જેઓ કંપનીના લેટેસ્ટ હેન્ડસેટનો ઉપયોગ કરે છે અને ઉત્તર અમેરિકા, EU અને અન્ય યૂરોપિયન પ્રદેશોમાં રહે છે. આ શુક્રવાર એટલે કે 17 નવેમ્બરથી એપ યૂઝર્સને એક્સેસ મળવાનું શરૂ થઈ જશે.


Nothing Chatsની ખાસિયત 
અમે તમને જણાવી દઈએ કે, Appleનું iMessage યૂએસમાં એન્ડ્રોઈડ કંપનીઓ માટે એક સમસ્યા છે કારણ કે મોટાભાગના લોકો આ એપનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે અને તેથી જ તેઓ iPhone પર શિફ્ટ થઈ જાય છે. આને ધ્યાનમાં રાખીને નથિંગે પોતાની એપ બનાવી છે જે યૂઝર્સને iMessage જેવી જ સુવિધાઓ પ્રદાન કરશે. જેઓ નથી જાણતા કે iMessage વિશે શું ખાસ છે, હકીકતમાં આ એપ્લિકેશનમાં યૂઝર્સને સિંગલ મેસેજ, ગ્રૂપ મેસેજ, રીડ રિસીપ્ટ, સીન ઈન્ડિકેટર, ટાઈપિંગ સાઈન, વૉઈસ નૉટ સહિતની કેટલીય સુવિધાઓ મળે છે જે યૂઝર્સને સુધારે છે.






નથિંગે તેની નથિંગ ચેટ્સ એપમાં પણ આ તમામ સુવિધાઓ આપી રહી છે. કંપની દ્વારા કેટલીક સુવિધાઓ બહાર પાડવામાં આવી છે જ્યારે કેટલાક પર કામ ચાલી રહ્યું છે અને તે આગામી દિવસોમાં રજૂ કરવામાં આવશે. ટૂંક સમયમાં કંપની iMessage જેવી એપ પર રીડ રિસિપ્ટ અને મેસેજ રિએક્શનના ફિચર્સ પણ આપશે.


એપમાં રહેશે યૂઝર્સની પ્રાઇવસી 
કાર્લ પેઈએ કહ્યું કે કંપનીએ યૂઝર્સની પ્રાઈવસીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખ્યું છે અને કહ્યું કે મોકલવામાં આવેલા તમામ મેસેજ ડિવાઈસમાં જ સ્ટૉર કરવામાં આવે છે. આનો અર્થ એ છે કે તેઓ સર્વર પર કેપ્ચર થતા નથી, જે તમારી ગોપનીયતા જાળવી રાખે છે. નથિંગ ચેટ્સમાં મોકલવામાં આવેલા તમામ સંદેશાઓ વાદળી રંગમાં આવે છે, જેમ કે iPhoneના iMessageમાં છે, એટલે કે કંપનીએ બ્લૂ-ગ્રીન વિવાદ પણ ખતમ કરી દીધો છે.