નવી દિલ્હીઃ ઈ-કોમર્સ કંપની એમોઝોને પોતાના વોઇસ અસિસ્ટન્ટ Alexaને અપડેટ કર્યું છે. તેને ખાસ કરીને ભારત માટે અપડેટ કરવામાં આવ્યું છે. એલેક્સા હવે પોતાના યૂઝર્સને કોરોના વાયરસ સંક્રમણના લક્ષણો વિશે જણાવશે. યૂઝર્સ એલેક્સાને સવાલ પૂછશે કે શું મને કોરનોા વાયરસ છે, તો એલેક્સા કોવિડ-19ના લક્ષણો વિશે જણાવશે. આ હિંદી અને અંગ્રેજી બન્ને ભાષાઓમાં સવાલ પૂછવા પર જવાબ આપશે.


Amazonએ કહ્યું કે, “અમારી એલેક્સા ટીમે આઈસીએમઆરની ગાઈડલાઈન્સ અનુસાર એલેક્સાને કોવિડ 19ના લક્ષણોની જાણકાની સાતે અપડેટ કર્યું છે.” ઉપરાંત એલેક્સા 20 સેકન્ડ સુધી હાથ ધોવાની ભલામણ 20 સેકન્ડ ગીત ગાઈને કરશે.

એટલું જ નહીં Alexa કોરોના વાયરસ સાથે જોડાયેલ દરેક જાણકારી પોતાના યૂઝરને જણાવશે. જેમ કે હાલમાં કોરોના વાયરસના સંક્રમિત દર્દીની સંખ્યા, લોકડાઉન સાથે જોડાયેલ જાણકારી, તમે એલેક્સાને સવાલ પૂછી શકો છે કે, “એલેક્સા ભારતમાં કોરોના વાયરસની સ્થિત શું છે, મહારાષ્ટ્રમાં શું સ્થિતિ છે.” એલેક્સા તેનો જવાબ આપશે. ઉપરાંત યૂઝર્સ એલેક્સાને એ પણ પૂછી શકે છે કે લોકડાઉન દરમિયાન આપણે શું શું કરી શકીએ છીએ.