નવી દિલ્હીઃ પ્રીમિયમ સ્માર્ટફોન કંપની OnePlusનો નવો સ્માર્ટફોન OnePlus Nord 2 આ 22 જુલાઇએ ભારતમાં લૉન્ચ થવા જઇ રહ્યો છે. લૉન્ચ પહેલા ફોનની કિંમત લીક સામે આવી છે. લીક રિપોર્ટ્સ અનુસાર આ ફોન બે વેરિએન્ટ સાથે માર્કેટમાં ઉતારવામાં આવી શકે છે. જેની શરૂઆતી કિંમત 32,000 રૂપિયા હશે. આ ફોનની સાથે કંપની ટ્રૂલી વાયરલ સ્ટીરિયો ઇયરબડ્સ OnePlus Buds Pro પણ માર્કેટમાં ઉતારશે. જાણો ફોનની સ્પેશિફિકેશન્સ વિશે...... 


OnePlus Nord 2 5Gની સ્પેશિફિકેશન્સ----  
OnePlus Nord 2 5Gમાં 6.43 ઇંચની Full HD+ AMOLED ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનના બે વેરિએન્ટ 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ અને 12 GB રેમ અને 128 GB 256 ઇન્ટરનલ સ્ટૉરેજની સાથે લૉન્ચ કરવામાં આવશે. ફોનમાં 4500mAhની બેટરી મળી શકે છે. સાથે સિક્યૂરિટી માટે ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવી શકે છે. 
 
જબરદસ્ત હશે કેમેરા-
OnePlus Nord 2 5Gમાં જબરદસ્ત કમેરા ફિચર્સ જોવા મળી શકે છે. આમાં એઆઇ વીડિયો અન્કેસમેન્ટ ફિચર આપવામાં આવશે, જેનાથી રેકોર્ડિંગના સમયે HDR ઇફેક્ટ શરૂ થશે. આનાથી શાનદાર કેમેરા રિઝલ્ટ મળશે. આમાં ત્રિપલ રિયર કેમેરા જોવા મળી શકે છે. 


OnePlus Buds Pro પણ થશે લૉન્ચ-- 
કંપની OnePlus Nord 2 5G સ્માર્ટફોનની સાથે OnePlus Buds Pro પણ લૉન્ચ કરી શકે છે. આ ગયા વર્ષે લૉન્ચ થયેલા OnePlus Budsનુ જ અપગ્રેડેડ વર્ઝન છે. આની ખાસિયત એ છે કે કંપની આને એક્ટિવ નૉઇસ કેન્સેલેશન (ANC) સપોર્ટની સાથે માર્કેટમાં ઉતારશે. આ ઇયરબડ્સમાં બેસ્ટ સાઉન્ડ ક્વૉલિટીની સાથે ટચ અને જેસ્ચર કન્ટ્રૉલ મળશે. માનવામાં આવી રહ્યું છે કે આમાં 30 કલાકથી વધુ બેટરી બેકઅપ મળી શકે છે. આની કિંમત 5 હજાર રૂપિયાથી વધુ હોઇ શકે છે. કંપની હવે પોતાના નવા નવા ડિવાઇસને ભારતીય માર્કેટમાં ઉતારી રહી છે. છેલ્લા એકવર્ષથી કોરોના મહામારીના કારણે માર્કેટમાં મંદીનો મહોલ જોવા મળ્યો હતો.