OpenAI CEO sam Altman : આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ટેક્નોલોજી પ્લેટફોર્મ OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન બુધવારે ભારત પહોંચ્યા હતા. ઓલ્ટમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત કરશે. CEOએ ભારતમાં ChatGPTના ઉત્સાહ અને સ્વીકૃતિ પર ખુશી વ્યક્ત કરી હતી. ધ ઈકોનોમિક ટાઈમ્સના સમાચાર અનુસાર, ઓલ્ટમેન (OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન)એ કહ્યું હતું કે, ભારતે સાચા અર્થમાં ચેટજીપીટી અપનાવી છે. અહીં યુઝર્સે તેને ખૂબ જ ઝડપથી અપનાવી લીધું છે.
ભ્રમ દૂર કરવાની જરૂર
સમાચાર અનુસાર, CEO સેમ ઓલ્ટમેને કહ્યું હતું કે, OpenAI હાલમાં GPT 5 મોડલની તાલીમ નથી આપી રહ્યું. તેમણે કહ્યું હતું કે, તે મોડલ શરૂ કરતા પહેલા અમારે ઘણું કામ કરવું પડશે. ChatGPT વિશેની મૂંઝવણને દૂર કરવાની જરૂર છે. તેમનું કહેવું છે કે, કંપની યુઝર્સને વધુ કંટ્રોલ આપવા પર કામ કરી રહી છે, જેથી તેમને એવું ન લાગે કે તે પક્ષપાતી છે.
પીએમ મોદીને પણ મળશે
OpenAIના સીઈઓ સેમ ઓલ્ટમેન વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM MODI)ને પણ મળશે. આ બેઠક પહેલા સીઈઓએ કહ્યું હતું કે, ભારતે નેશનલ ટેક્નોલોજી, નેશનલ એસેટના સંદર્ભમાં ખૂબ જ પ્રભાવશાળી કામ કર્યું છે. તેમનું માનવું છે કે ભારત સરકારે આ ટેક્નોલોજીને અન્ય સેવાઓમાં કેવી રીતે સાંકળી શકાય તેના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. સીઈઓએ કહ્યું હતું કે, અમે તમામ સરકારી સેવાઓમાં સુધારો કરવા માટે લેંગ્વેજ-લર્નિંગ મોડલ (LLM)નો ઉપયોગ પણ શરૂ કરીશું.
ભારતના G20 શેરપા અમિતાભ કાંતને પણ મળ્યા
ઓલ્ટમેન (OpenAI CEO સેમ ઓલ્ટમેન) બુધવારે ભારતના G20 શેરપા અમિતાભ કાંતને પણ મળ્યા હતાં. અમિતાભ કાંતે OpenAIના યુવા સહ-સ્થાપક અને સીઈઓ સેમ ઓલ્ટમેનને અભિનંદન પાઠવ્યા હતા. જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સંભવિતતા વિશે પણ ચર્ચા કરી હતી. ઉભરતી અર્થવ્યવસ્થાઓ તેમના લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે કેવી રીતે જનરેટિવ AIનો લાભ લઈ શકે છે તેના પર ચર્ચા થઈ હતી. નીતિ આયોગના પૂર્વ સીઈઓએ આ બેઠક વિશે ટ્વિટ કર્યું હતું.
OpenAI : ChatGPTએ તો બરાબરનો ભાંગરો વાટ્યો, પ્રોફેશર પર લગાવ્યો 'ગંદો' આરોપ
આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત ChatGPT આજકાલ તેની માનવ મનની જેમ કામ કરવાની ક્ષમતાને કારણે ચર્ચામાં છે. જો કે, કેટલાક કારણોસર આને લઈને વિવાદ શરૂ થયો છે. ChatGPT પર અમેરિકાના કાયદાના પ્રોફેસર પર જાતીય સતામણીનો ખોટો આરોપ લગાવવાનો આરોપ છે.
ગયા અઠવાડિયે એક સંશોધન અભ્યાસ દરમિયાન કેલિફોર્નિયામાં એક વકીલે ChatGPTને કાનૂની વિદ્વાનોની યાદી તૈયાર કરવા કહ્યું હતું કે, જેમણે કોઈની પર જાતીય હુમલો કર્યો હતો. ત્યાર બાદ ChatGPTએ એક યાદી બનાવી. આ યાદીમાં કાયદાના પ્રોફેસર જોનાથન ટર્લીનું નામ પણ જોડાયું છે.