Oppo A52નો 8GB રેમ વેરિએન્ટ ભારતમાં લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ વિશે
એબીપી અસ્મિતા વેબ ટીમ | 08 Aug 2020 07:16 PM (IST)
ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ પોતાનો પોપ્યુલર સ્માર્ટફોન A52 હવે 8GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કરી દીધો છે.
નવી દિલ્હી: ચીનની સ્માર્ટફોન નિર્માતા કંપની Oppoએ પોતાનો પોપ્યુલર સ્માર્ટફોન A52 હવે 8GB રેમ વેરિએન્ટમાં લોન્ચ કરી દીધો છે. પહેલા કંપનીએ આ ફોનને 6GB રેમ સાથે લોન્ચ કર્યો હતો. Oppo A52ના 8GB રેમ વેરિએન્ટને એેમેઝોન પર વેંચાણ માટે ઉપલબ્ધ કરાવી દીધો છે. Oppo A52 માં 6.52 ઈંચની ફુલ એચડી પ્લસ ડિસ્પ્લે આપવામા આવી છે. જ્યારે Qualcomm Snapdragon 665 પ્રોસેસર આપવામાં આવ્યું છે. આ ફોન એન્ડ્રોઈડ 10 પર કામ કરે છે. પાવર માટે તેમાં 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે 5,000mAh બેટરી આપવામાં આવી છે. કિંમતની વાત કરીએ તો Oppo A52ના 8GB રેમ વેરિએન્ટની કિંમત 18,990 રૂપિયા છે. જ્યારે તેના 6GB રેમ વેરિએન્ટની કિંમત 16,990 રૂપિયા છે. ફોટોગ્રાફી માટે રિયરમાં ક્વોડ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેમાં 12MP પ્રાઈમરી કેમેરા, 8MP અલ્ટ્રા વાઈડ એન્ગલ, 2MP બે અન્ય લેન્સ આપવામાં આવ્યા છે. જ્યારે સેલ્ફી માટે 8MPનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. Oppo A52 નો સીધો મુકાબલો Samsung Galaxy A21s સાથે થશે. આ ફોનના 6GB + 64GB ઈન્ટરનલ સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત 17,499 રૂપિયા છે.