કોઝિકોડઃ કેરળના કોઝિકોડ એરપોર્ટ પર શુક્રવારે દુબઇથી આવી રહેલું એર ઇન્ડિયાનું પ્લેન લેન્ડિંગ વખતે લપસી જતાં 18 લોકોના મોત થયા હતા.  પ્લેન 35 ફૂટ ઉંડી ખાઇમાં પડ્યું હતું, જેના લીધે તેના બે ટુકડાં થઇ ગયા હતા. દુર્ઘટનાનો શિકાર બનેલા એર ઈન્ડિયા એક્સપ્રેસ વિમાનમાં જેટલા મુસાફરો સવાર હતા તે તમામનો કોરોના ટેસ્ટ કરાવાશે.

કેરળ સીએમઓના જણાવ્યા મુજબ, વિમાનમાં હાજર એક વ્યક્તિનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. રાજ્યના મુખ્યમંત્રી પિનરાઈ વિજયને વિમાન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકો માટે 10 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે. પીડિતોને વળતર આપવા ઉપરાંત રાજ્ય સરકાર ઘાયલોની સારવારનો ખર્ચ પણ ઉઠાવશે.



મુખ્યમંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠક બાદ કહ્યું કે, આશરે 18 લોકોના મોત થયા છે અને 149ની મલપ્પુરમ તથા કોઝિકોડ જિલ્લાની વિવિધ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જેમાંથી 23 લોકોની હાલત ગંભીર છે. બેઠકમાં રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા હતા.

કેવી રીતે બની દુર્ઘટના

દુબઇથી 184 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઇને ભારત આવેલા એર ઇન્ડિયાના એક વિમાન સાથે રનવે પર લેન્ડિંગ સમયે જ ભયાનક દુર્ઘટના બની હતી. કેરળના કોઝિકોડના કાલીકટ એરપોર્ટ પર લેન્ડિંગ સમયે જ આ વિમાન ક્રેશ થઇ ગયું હતું. લેન્ડિંગ સમયે જ વિમાને કાબુ ગુમાવી દીધો હતો અને રનવેને પાર કરીને ખાડીમાં 30 ફુટ નીચે જતુ રહ્યું હતું. વિમાનના બે ટુકડા થઇ ગયા હતા.

પંજાબના આ શહેરોમાં આજથી લાદવામાં આવશે રાત્રિ કર્ફ્યુ, દારૂની દુકાનનો સમય કરાયો નક્કી, જાણો વિગત

28 દિવસ બાદ અભિષેક બચ્ચનનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ, અભિનેતાએ કહી આ વાત