નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોન (Smartphone) આપણા જીવનનો એક ખાસ ભાગ બની ગયો છે. કોરોના વાયરસ મહામારીના (Covid-19) કારણે અત્યારે સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. આવામાં બાળકો (Child Phone Activity) મોટાભાગનો સમય સ્માર્ટફોન અને લેપટૉપ પર વિતાવી રહ્યાં છે. સોશ્યલ મીડિયાના (Social Media) સાથે સાથે ઓનલાઇન ગેમિંગનો (Online Gaming) ક્રેઝ અત્યારે ખુબ ઝડપથી વધી રહ્યો છે, અને બાળકોને આની લત પણ લાગી રહી છે. 


તાજેતરમાં જ કર્ણાટકામાંથી એક સમાચાર આવ્યા હતા કે, પબજી ગેમના (PUBG Game) કારણે એક 12 વર્ષના બાળકની હત્યા કરી દેવામં આવી હતી. આવી ઓનલાઇન ગેમ ખતરનાક હોઇ શકે છે. માતા-પિતાએ બાળકોની મોબાઇલ એક્ટિવિટી પર નજર રાખવી જરૂરી છે. તમારુ બાળક મોબાઇલ પર શું શું કરી રહ્યું છે, શું શું જોઇ રહ્યું છે તેના પર નજર રાખવા માંગતા હોય, તો આસાનીથી રાખી શકો છે. આ માટે ગૂગલ પ્લે સ્ટૉર પર પેરેન્ટ્સ ટૂલ્સ (Parental Control Tool) અવેલેબલ છે. જાણો આ ટૂલ્સ કઇ રીતે કામ કરે છે....


પેરેન્ટલ કન્ટ્રૉલ ટૂલ્સથી થશે મદદ....
તમારુ બાળક મોબાઇલ પર શું કરી રહ્યું છે કે પછી શું જોઇ રહ્યું છે આ તમને ખબર હોવી જોઇએ. બાળકના મોબાઇલ સ્ક્રીન એક્સેસ પર તમારી નજર હોવી જોઇએ. આ માટે તમે દરેક સમયે સાથે નથી રહી શકતા એટલા માટે પેરેન્ટલ કન્ટ્રૉલ ટૂલ્સ નજર રાખવા માટે મદદગાર સાબિત થઇ શકે છે.  


પેરેન્ટલ કન્ટ્રૉલ ટૂલ (Parental Control Tool) કઇ રીતે કરે છે કામ....
પેરેન્ટલ કન્ટ્રૉલ ટૂલ (Parental Control Tool) દ્વારા બાળકોની મોબાઇલ સ્ક્રીન ટાઇમને મેનેજ કરી શકો છો. આ ટૂલ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્નેમાં અવેલેબલ છે. આના દ્વારા સોશ્યલ મીડિયા મૉનિટરિંગ, વેબ ફિલ્ટરિંગ, લૉકેશન ટ્રેકિંગ, યુટ્યૂબ વીડિયો વૉચ ટાઇમ પર નજર રાખવામાં આવી શકે છે. આ ઉપરાંત એવી એપ્સ જે બાળકો માટે ખતરનાક છે, તેને બ્લૉક પણ કરી શકાય છે. સાથે જ ટાઇમ લિમીટ પણ સેટ કરી શકાય છે.  


છોડાવી શકો છો લત...
તમને ખબર પડી શકે છે કે તમારુ બાળક મોબાઇલ પર સૌથી વધુ શું કરે છે. જો તે કોઇપણ ખાસ ગેમ કે પછી એપમાં પોતાનો વધુ સમય વિતાવે છે, અને તેને લત લાગી ચૂકી છે, તો તમે તેની આ લતનો છોડાવી શકો છો.