પૉલીસીનુ ઉલ્લંઘનનો હવાલો આપતા ગૂગલે પ્લે સ્ટૉરમાંથી હટાવી દીધી હતી. ગૂગલે કહ્યું હતું કે તે રમતોમાં સટ્ટેબાજીને પ્રોત્સાહન આપનારી એપને પરમીશન નથી આપતુ, અને આવી એપને ગૂગલ પ્લે સ્ટૉરમાંથી હટાવી દેવામાં આવશે.
ગૂગલે એક બ્લૉગ પૉસ્ટમાં કહ્યું હતું કે, અમે ઓનલાઇન કેસિનોની પરમીશન નથી આપતા, કે પછી રમતોમાં સટ્ટાબાજીની સુવિધા આપનારી કોઇપણ અનિયમિત જુગાર એપને સમર્થન નથી કરતાં. આમાં તે એપ સામેલ છે જે ગ્રાહકોને કોઇપણ એવી બહારની વેબસાઇટ પર જવા માટે પ્રેરિત કરે છે. જે રૂપિયા લઇને રમતોમાં પૈસા કે રોકડક પુરસ્કાર જીતવાનો મોકો આપે છે. આ અમારી નીતિઓનુ ઉલ્લંઘન છે.
ગૂગલે એ પણ કહ્યું હતું કે, આ પગલાથી માત્ર પ્લે સ્ટોર પર એપની ઉપલ્ધતા પ્રભાવિત થશે અને તેના ઉપયોગકર્તાઓ પર કોઈ અસર નહીં થાય. તેના બાદ
Paytmએ ટ્વીટ કરી હતી કે નવા ડાઉનલોડ અથવા અપડેટ માટે Paytm એન્ડ્રોઈડ એપ ગૂગલ પ્લે સ્ટોર અસ્થાયી રૂપથી ઉપલબ્ધ નથી.
કંપનીએ કહ્યું કે. એપ જલ્દી જ પ્લે સ્ટોર પર પરત આવશે. તમારા પૈસા સુરક્ષિત છે અને તમે તમારા પેટીએપનો સામાન્ય રીતે ઉપયોગ કરી શકો છો.