હેકર્સ કરી શકે છે જાસૂસી
ચેક પોઈન્ટના રિસર્ચમાં આ ખામીવાળા 400 કોડ પીસની જાણકારી મળી છે. આ ખામીઓને કારણે હેકર યૂઝરની મર્જી વગર જ કોઈપણ સ્માર્ટફોન દ્વારા જાસૂસી કરી શકે છે. આ જ ખામીઓને કારણે હેકરને યૂઝરસની તસવીર, વીડિયોઝ, કોલ રેકોર્ડિંગ્સ, રિયલ ટાઇમ માઈક્રોફોન ડેટા, જીપીએસ અને લોકેશન ડેટાનું એક્સેસ મળી જાય છે.
આ રીતે નુકસાન પહોંચાડી શકે છે હેકર્સ
ખામીને કારણે હેકર્સ મેલિસશ એપ કોલ રેકોર્ડ કરી શકે છે, અથવા માઈક્રોફોનની મદદથી જાસૂસી કરી શકે છે. એટલું જ નહીં હેકર સર્વિસ અટેક દ્વારા ફોનને ફ્રીઝ પણ કરી શકે છે. આ રીતે ફોનનો ડેટા હંમેશા માટે રહી જશે. આ ઉપરાંત હેકર ફોનમાં મેલવેર અને મેલિશિયલ કોડ નાંખી શકે છે, જેનાથી હેકર્સની એક્ટિવિટી છુપાયેલી રહે છે અને તેને ડિલિટી પણ નથી કરી શકાતા.
ક્વાલકોમે કર્યો આ દાવો
આ ખામીઓ વિશે જાણકારી મળ્યા બાદ વોર્નિંગ બહાર પાડવામાં આવી છે. ફોન મેન્યુફેક્ચરર્સ તરફતી અપડેટ આપીને આ ખામીઓ દૂર કરી શકાય છે. ક્વાલકોમ તરફતી કહેવામાં આવ્યું છે કે, ‘ચેકપોઇન્ટ દ્વારા જે ખામીઓની વાત કહેવામાં આવી છે તેની અમે તપાસ કરી છે પરંતુ હજુ સુધી અમારી પાસે એવા કોઈ પુરાવા નથી આવ્યા કે કોઈએ ખોટી રીતે તેનો ઉપયોગ કર્યો હોય.’