નવી દિલ્હીઃ ટેક દિગ્ગજ એપલ પોતાના દમદાર આઇફોન માટે દુનિયાભરમાં જાણીતી છે, પરંતુ હવે તે એક નવા સેગમેન્ટમાં પગ મુકવા જઇ રહી છે, અને તેની લઇને કેટલીક લીક સામે આવી છે. રિપોર્ટ છે કે, ટેક દિગ્ગજ એપલ હવે એપલ ઇલેક્ટ્રિક કાર લૉન્ચ કરવાની તૈયારી કરી રહી છે. એપલની ઇલેક્ટ્રિક કાર (Electric Car) પર છેલ્લા કેટલાય સમયથી કામ કરી રહી છે. જોકે, એપલ ઇલેક્ટ્રિક કારની ડિઝાઇન, સ્પેશિફિકેશન્સ અને લૉન્ચ તારીખ વિશે હજુ સુધી ખાસ જાણકારી સામે આવી શકી નથી. 


પરંતુ ખાસ વાત છે કે, એપલ ઇલેક્ટ્રિક કારને બતાવનારુ રેન્ડર ઓનલાઇન સામે આવ્યુ છે. જોકે, આ માત્ર કાર કેવી હશે તે બતાવવા માટેનુ જ છે.  


એપલ ઇલેક્ટ્રિક કારમાં આવી હોઇ શકે છે ડિઝાઇન- 
કથિત એપલ કારના કન્સેપ્ટ રેન્ડર્સને કાર લીઝિંગ કંપની વનરામા દ્વારા ઓનલાઇન શેર કરવામાં આવ્યા છે. આ ડિઝાઇન એપ્પલે આજ સુધી ઇલેક્ટ્રિક કાર માટે ફાઇલ કરેલી તમામ પેટન્ટને અનુરૂપ છે. વનરામા નામની કાર લીઝિંગ કંપનીએ કારની સંભવિત ડિઝાઇનનો દાવો કરીને એપલ ઇલેક્ટ્રિક કાર રેન્ડર વિકસાવ્યા છે. રેન્ડર્સને જોતાં આપણે કહી શકીએ કે તેઓ વર્તમાન પેઢીના આઇફોન્સ, મેકબુક્સ અને આવા અન્ય એપલ ઉત્પાદનોથી પ્રેરિત છે.જ્યારે બાહ્ય ડિઝાઇન પેટન્ટ પર આધારિત છે.


ક્યારે લૉન્ચ થઇ શકે છે એપલ ઇલેક્ટ્રિક કાર- 
એપલની કાર જેને આંતરિક રીતે પ્રોજેક્ટ ટાઈટન પણ કહેવમાં આવે છે. એપલ કારની જાહેરાત 2025 સુધીમાં થવાની સંભાવના છે.


આ પણ વાંચો- 


બેન્કોના કામકાજોમાં પડશે મુશ્કેલીઓ, આજથી બેન્ક કર્મચારીઓ હડતાળ પર, જાણો શું છે મામલો


Ashes 2021-22: એશિઝ સીરિઝમાં કોરોના અટેક, ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિંસ થયો બહાર, જાણો કોને સોંપાઈ કેપ્ટનશિપ


Digital Transaction: UPI-રૂપે ડેબિટ કાર્ડથી લેણદેણને પ્રોત્સાહન આપવા મોદી સરકારે શું લીધો મોટો ફેંસલો ? જાણો વિગત


Bike Tips: બાઇકની બ્રેક મારતી વખતે રહો સતર્ક, આ એક ભૂલ ભારે પડી શકે છે


Legal Age of Marriage for Women: મોદી સરકારે લીધો મોટો ફેંસલો, મહિલાઓની લગ્નની ઉંમર 18 થી વધીને 21 વર્ષ થશે, જાણો વિગત


બોલિવૂડની આ એક્ટ્રેસે લીધી Audi A8L લક્ઝરી કાર, ફક્ત 5.7 સેકન્ડમાં પકડે છે 100ની સ્પીડ