Pocoનો એક સ્માર્ટફોન પરફોર્મન્સ સેલ્સ સામેલ ખૂબજ શાનદાર રહ્યો છે. જેના અત્યાર સુધી 10 લાખથી પણ વધુ યુનિટ્સ વેચાઈ ગયા છે. આ ફોન છે Poco C3. આ ફોન ગત વર્ષે ઓક્ટોબરમાં લોન્ચ થયો હતો. આ કંપનીનો બેસ્ટ સેલિંગ ફોનમાંથી એક છે.

Pocoના આ બજેટ સ્માર્ટફોનનો મુકાબલો ઈન્ડિયન માર્કેટમાં રિયલમી C11, ઈનફીનિક્સ સ્માર્ટ 4 પ્લસ અને સેમસંગ ગેલેક્સી M01 સાથે છે.


Poco C3 સ્માર્ટફોન હાલમાં 6,229 રૂપિયાની સ્પેશિયલ પ્રાઈસ પર મળી રહ્યો છે. આ Pocoના 3જીબી રેમ અને 32 જીબી સ્ટોરેજવાળા વેરિએન્ટની કિંમત છે. આ સ્પેશિયલ ઓફર ફ્લિપકાર્ટ પર 24 જાન્યુઆરી સુધી છે.સ્પેશિયલ પ્રાઈઝિસમાં બેન્ક ઓફર સામેલ છે. Poco C3 સ્માર્ટફોન 7499 રૂપિયાની શરુઆતી કિંમત પર લોન્ચ થયો હતો.

શું છે ફિચર્સ ?

Poco C3 સ્માર્ટફોનમાં વોટરડ્રોપ-સ્ટાઈલ નોચ સાથે 6.53 ઈંચની HD પ્લસ ડિસ્પ્લે આપવામાં આવી છે. ડિસ્પ્લેનું રિઝોલ્યુશન 1600x720 પિક્સલ છે. Poco C3 એન્ડ્રોઈડ 10 પર બેઝ્ડ MIUI 12 પર ચાલે છે.

કેમેરાની વાત કરીએ તો બેકમાં ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. જેમાં 13 +2+2 મેગાપિક્સલના કેમેરા છે. સેલ્ફી માટે 5 મેગાપિક્સલ કેમેરા છે. જ્યારે બેટરી 5,000 mAhની આપવામાં આવી છે.