Poco F5 India Launch: સ્માર્ટફોન મેકર Poco આજે ગ્લૉબલી પોતાનો એક સ્પેશ્યલ અને ધાંસૂ સ્માર્ટફોન લૉન્ચ કરશે. કંપની ભારતમાં બે કલર ઓપ્શનમાં POCO F5 5G સ્માર્ટફોનને લૉન્ચ કરશે. આ ફોન ચીનના માર્કેટમાં પહેલાથી જ લૉન્ચ થઇ ચૂક્યો છે, આની હેરી પૉટર એડિશન ચીનમાં લૉન્ચ થઈ ચૂકી છે, જેની તસવીર અમે આર્ટિકલમાં બતાવી છે. જોકે, આ એડિશન ભારતમાં લૉન્ચ કરવામાં નહીં આવે. સ્માર્ટફોન લૉન્ચિંગ પહેલા જાણી લો કે આ POCO F5 5Gમાં તમને શું મળશે ખાસ. 


ઘરે બેઠાં બેઠાં જુઓ લૉન્ચ ઇવેન્ટ 
તમે મોબાઇલની લૉન્ચ ઇવેન્ટને ઘરે બેઠાં બેઠાં જોવા માંગતા હોય તો, તે પણ જોઇ શકો છો. તમે પોકો ગ્લૉબલની યુટ્યુબ ચેનલના માધ્યમથી ઈવેન્ટ જોઈ શકો છો. અમે અહીં કંપનીની YouTube લિન્ક આપી રહ્યાં છીએ. આ ફોન આજે સાંજે 5:30 વાગ્યે ગ્લૉબલી લૉન્ચ થશે. તેની કિંમત લગભગ 25 હજાર રૂપિયાની આસપાસ હોઈ શકે છે.


મળશે આ ફિચર્સ 
POCO F5 5G માં તમને 6.67-ઇંચની FHD Plus AMOLED ડિસ્પ્લે મળશે, જે 120hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. આ પહેલો સ્માર્ટફોન છે જેમાં સ્નેપડ્રેગન 7 જનરેશન ટુ ચિપસેટનો સપોર્ટ મળી રહ્યો છે. ફોટોગ્રાફી માટે આમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળશે, જેમાં 64MP OIS કેમેરા, 8MP અલ્ટ્રાવાઇડ કેમેરા અને 2MP મેક્રૉ કેમેરા હશે. સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે ફ્રન્ટમાં 16MP કેમેરા હશે. સ્માર્ટફોનમાં 67 W ફાસ્ટ ચાર્જિંગ સાથે 5000 mAh બેટરી પણ મળશે.


આવતીકાલે Googleની મોટી ઇવેન્ટ - 
આવતીકાલે ટેક જાયન્ટ્સ ગૂગલની વાર્ષિક ડેવલપર્સ ઇવેન્ટ કેલિફૉર્નિયામાં યોજાશે. આ ઇવેન્ટમાં કંપની પોતાના AI ટૂલ બાર્ડ, Android 14 સહિત કેટલાય ગેજેટ્સને લૉન્ચ કરશે. તમે Googleની YouTube ચેનલ અથવા વેબસાઇટ પરથી કંપનીની ઇવેન્ટ જોઈ શકો છો. ઇવેન્ટમાં જે ગેજેટ્સ લૉન્ચ થઈ શકે છે, તેમાં  


1.Pixel Tablet
2. Pixel 7A
3. Android 14
4. Pixel Fold
5. Pixel Buds A અને Pixel Watch 2 સામેલ છે.