નવી દિલ્હીઃ ભારતમાં ઝડપથી પોતાનો પગ પેસારો કરી રહેલ મોબાઈલ કંપની રિયલમી ટૂંકમાં જ ભારતમાં પ્રથમ 5જી સમાર્ટફોન લોન્ચ કરવાની છે. Realme 24 ફેબ્રુઆરીએ ભારતમાં Realme એક્સ50 પ્રો સ્માર્ટફોન લોન્ચ કરશે જે ભારતનો પ્રથમ 5જી ફોન હશે. Realme એક્સ50 પ્રો મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં લોન્ચ થવાનો હતો પરંતુ કોરોના વાયરસને કારણે મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ રદ્દ થઈ ગયો છે. ત્યાર બાદ Realme એક્સ50 પ્રોનાં લોન્ચિંગ માટે એક અલગથી ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.


જણાવીએ કે આ વર્ષે જાન્યુઆરીમાં રિયલમીએ લાંબા સમયથી પોતાનો પ્રથમ 5જી ફોન એક્સ 50 5જી (Realme X50 5G)ચીનમાં લોન્ચ કર્યો હતો. લોકોએ રિયલમી એક્સ 50 5જીમાં દમદાર પ્રોસેસર અને કેમેરાનો સપોર્ટ મળશે. ઉપરાંત આ ફોન એન્ડ્રોઈડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે.



કંપનીઆ આ ફોનના ત્રણ  રેમ વેરિયન્ટ ચીનના સ્માર્ટફોન બજારમાં ઉતાર્યા છે, જેમાં 6 જીબી રેમ + 256  જીબી ઇન્ટરનલ સ્ટોરેજ, 8 જીબી રેમ + 128 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ અને 12 જીબી રેમ + 256 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ સામેલ છે. જ્યારે રિયલમીએ પ્રથમ વેરિયન્ટની 2,699 ચીની યુઆન (અંદાજે 28,000 રૂપિયા), બીજા વેરિયન્ટની 2,499 ચીની યુઆન (અંદાજે 25,800 રૂપિયા) અને ત્રીજા વેરિયન્ટની 2,999 ચીની યુઆન (અંદાજે 31,000 રૂપિયા) કિંમત રાખી છે.