Reels And Short Videos: અત્યારે સોશ્યલ મીડિયા ખુબ જ ફાસ્ટ રીતે ગ્રૉથ કરી રહ્યું છે, લોકો પણ એકદમ ફાસ્ટ રીતે સોશ્યલ મીડિયા સાથે જોડાઇ રહ્યાં છે, આજકાલ લોકો પૉસ્ટ શેર કરવાથી લઇને સ્ટેટસ અને હવે રીલ્સ અને શૉર્ટ્સ પર ખુબ જ એક્ટિવ થઇ રહ્યાં છે. કહેવાય છે કે આ સોશ્યલ મીડિયાનો જમાનો છે. આજકાલ તમને ઇન્ટરનેટ પર દરેક પ્રકારની વસ્તુઓ સરળતાથી મળી જાય છે. દરેક વ્યક્તિ પોતાના ફોનમાં વ્યસ્ત છે. કલાકો સુધી ફોન સ્ક્રૉલ કરીને ઇન્સ્ટા રીલ જોવાની બિમારી એવી લાગી ગઇ છે કે, આની સીધી અસર લોકોના સ્વાસ્થ્ય પર પડી રહી છે.
આજકાલ લોકોને ફોનનો એટલો બધો ચસ્કો લાગી ગયો છે કે રીલ્સ અને શૉર્ટ્સ બનાવામાં મોટાભાગનો સમયે ખર્ચી નાંખે છે. લોકોને આજકાલ ઊંઘ ન આવવી, માથાનો દુખાવો, માઈગ્રેન જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે. જો તમે સૂતા હોવ તો તમને રીલ સપના આવે છે. આ રીલ જોવાની આદત એવી નથી કે તે માત્ર યુવાનોમાં હોય છે, પરંતુ તે 10 વર્ષથી 55 વર્ષના લોકોમાં પણ આ જોવા મળી રહ્યું છે. જેના કારણે માનસિક બિમારી દિનપ્રતિદિન વધી રહી છે.
રીલ્સ જોવાથી થશે ખતરનાક નુકશાન -
શરૂઆતી તપાસમાં આવા દર્દીઓએ સ્વીકાર્યું છે કે, તેઓ લગભગ દોઢ વર્ષથી રીલ્સ જોઈ રહ્યા છે. જેમાં તે સવારે ઉઠતાની સાથે જ રીલ જોવાનું શરૂ કરે છે અને અડધી રાત સુધી રીલ્સ જોયા કરે છે. બીજીબાજુ કેટલાક લોકોએ એવુ પણ સ્વીકાર્યું છે કે તેઓ વૉટ્સએપ પર શેર કરવામાં આવતી રીલ્સ જોવાનું પસંદ કરે છે. જો તેમને રીલ્સ ના દેખાય તો તેમને માથાનો દુઃખાવો શરૂ થઇ જાય છે. તો વળી કેટલાક લોકોને પોતાનો કામ ધંધો છોડીને રીલ્સ જોવાનું પસંદ છે, આવા લોકો રીલ્સથી પીડિત છે. તેમનું માનસિક સંતુલન પણ બગડી શકે છે.
* રીલ્સ જોવાથી શરીરમાં શરૂ થાય છે આવા પ્રૉબ્લમ્સ -
- આંખો અને માથાનો દુઃખાવો
- સૂતા સમયે આંખોમાં પ્રકાશ જેવો અનુભવ થવા
- સમયસર ખાવા-પીવાનું ના કરવું
* રીલ્સ જોવાનો ચસ્કો કોઇ બિમારીથી કમ નથી આ રીતે કરો બચાવ -
- આ બિમારીથી બચવું છે, તો દરરોજ કોશિશ કરો ઓછી રીલ્સ જોવાની
- મોબાઇલ ત્યારે જ યૂઝ કરો જ્યારે જરૂર પડે
- પુસ્તકો વાંચવાના શરૂ કરો
- દોસ્તો અને પરિવારની સાથે વધુ સમય વિતાવો