નવી દિલ્હીઃ વર્ષ 2019માં ટેલિકોમ કંપનીઓએ પોતાના ટેરિફ પ્લાનસ્માં કિંમતોમાં વધારો કર્યો હતો, જેની સીધી અસર ગ્રાહકોના ગજવા પર પડી હતી. પરંતુ હવે ફરી એક વખત ટેલિકોમ કંપનીઓએ પોતાના પ્લાન્સની કિંમતમાં વધારો કરી સકે છે.


મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વખતે કંપનીઓ 28 દિવસના પ્લાન્સની કિંમતમાં વધારો કરી શકે છે. એટલે કે ફરી એક વખત ગ્રાહકોના ખિસ્સા પર સીધી અસર પડવાની છે. રિપોર્ટ અનુસાર આમ થવા પર ગ્રાહક 28 દિવસના પ્લાનની જગ્યાએ 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન લઈ શકે છે.

મીડિયા અહેવાલ અનુસાર, Reliance Jio, Bharti Airtel અને Vodafone-Ideaએ પોતાના ટેરિફ પ્લાન્સની કિંમતમાં 12થી લઈને 33 ટકા જેટલો વધારો કર્યો હતો તે પૂરતો નથી. હાલની 28 દિવસની વેલિડિટી  પ્લાનમાં ગ્રાહકોને 2 જીબી ડેટા મળે છે, આ પ્લાન્સની કિંમતમાં 15 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર બાદ આ પ્લાનની કિંમત 148 રૂપિયા થઈ ગઈ છે.

જ્યારે એક ઓપરેટરે જણાવ્યું કે, ટેલિકોમ ઓપરેટર્સે 28 દિવસની વેલિડિટીવાળા પ્લાન્સ લોન્ચ કરવા જોઈએ જે 5 જીબીથી લઈને 20 જીબી સુધીનો ડેટા આપી રહ્યા હોય. જો કંપનીઓ આ પ્રકારના પ્લાન્સ લઈને આવે છે તો તેની કિંમત 400 રૂપિયા સુધી જઈ શકે છે.

આ પ્લાન્સ આવવાથી જ્યાં એક બાજુ ગ્રાહકોને વધારે રૂપિયા ચૂકવવા પડશે તો તેમાં કંપનીઓની ARPUમાં વધારો થવાની સંભાવના છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ વર્ષના અંત સુધીમાં કંપનીઓ 28 દિવસની વેલિડિટી વાળા પ્લાન્સની કિંમતમાં 25થી 30 ટકાનો વધારો કરી શકે છે.