નવી દિલ્હીઃ Reliance JioFiber માટે ખુશખબર છે. કંપની લોકડાઉન પીરિયડમાં પોતાના બ્રોડબેન્ડ પ્લાન્સને ડબલ ડેટા બેનિફિટ આપી રહી છે. એવામાં રિલાયન્સ જિઓ ફાઈબરના પોર્ટોફોલિયોનો 199 રૂપિયાવાળો પ્લાન શાનદાર બની ગયો છે. ઓફર અંતર્ગત 199 રૂપિયાવાળા પ્લાનમાં કંપની કુલ 1000 જીબી એટલે કે 1 ટીબી ડેટા આપી રહી છે.


રિલાયન્સ જિઓના 199 રૂપિયાવાળું પેક એક કોમ્બો પ્લાન છે. 7 દિવસની વેલિડિટીની સાથે આવનાર આ પ્લાનમાં 100 એમબીપીએસની સ્પીડની સાથે 1000 જીબી સુધી ડેટા ઓફર કરી રહી છે. ડેટા લિમિટ ખત્મ થયા બાદ પ્લાનમાં મળનારી ઇન્ટરનેટ સ્પીડ ઘટીને 1એમબીપીએસ થઈ જશે. પ્લાનની એક ખાસ વાત એ છે કે, તેમાં જિઓ ફાઈબરની લેન્ડલાઈન સર્વિસની સાથે અનલિમિટેડ વોઇસ કોલિંગ મળે છે.

199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનને યૂઝર પોતાના જિઓ ફાઈબરના એક્ટિવ પ્લાનની સાથે ટોપ અપ કરાવી શકે છે. હાલનાં જિઓ ફાઇબર યૂઝરની સાથે એક અલગ પ્લાનની જેમ જ પસંદ કરી શકો છો. જો કોઈ યૂઝર આ કોમ્બો પ્લાનને એક મહિના માટે પસંદ કરે તો તેને કુલ 4.5 ટીબી ડેટા બેનિફિટ મળશે. જીએસટી બાદ 199 રૂપિયાવાળા કોમ્બો પ્લાનની કિંમત 234.82 રૂપિયા થઈ જાય છે. એક રીતે જોવા જઈએ તો કોમ્બો પ્લાન જિઓ ફાઈબરના 699 રૂપિયાવાળા બ્રોડબેન્ડ પ્લાનથી પણ સારો છે કારણ કે તેમાં તમને 100 એમબીપીએસ સ્પીડથી માત્ર 200 જીબી ડેટા જ મળે છે.

જિઓ ફાઇયબરનો પ્રયત્ન છે કે તે વધુમાં વધુ યૂઝર્સને પોતાના નેટવર્ક સાથે જોડવા માગે છે. તેના માટે કંપની દિલ્હી એનસીઆરમાં પોતાની બ્રોડબેન્ડ કનેક્ટિવિટીને વધારી રહી છે જેથી લોકડાઉન દરમિયાન યૂઝર્સની ડેટાની માગને પૂરી કરી શકાય.