Reliance Jio: રિલાયન્સ જિઓ તેના યૂઝર્સને ઘણા શાનદાર પ્લાન ઓફર કરે છે. Jioના પ્રીપેડ નેટવર્કમાં ઘણા બધા વિકલ્પો છે કે યૂઝર્સ Airtel અને Vodafone-Ideaની તુલનામાં Jioના નેટવર્કનો ઉપયોગ કરવાનું પસંદ કરે છે. આજે આ આર્ટિકલમાં અમે Jioના કેટલાક એવા પ્લાન વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં દૈનિક ડેટા લિમિટ સિવાય વધારાનો ડેટા મળે છે.


જિઓનો 398 રૂપિયા વાળો પ્લાન 
રિલાયન્સ જિઓનો પ્રીપેડ પ્લાન 398 રૂપિયામાં આવે છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે અને તે 2GB ઇન્ટરનેટ ડેટા સાથે અમર્યાદિત વૉઇસ કૉલિંગ અને દરરોજ 100 SMS પ્રદાન કરે છે. આ બધા સિવાય યુઝર્સને આ પ્લાનમાં 6GB એક્સ્ટ્રા ડેટા પણ મળે છે અને તેની વેલિડિટી પણ 28 દિવસની છે.


જો તમારી ડેઇલી ડેટા લિમીટ પુરી થઈ જાય, તો તમે આપોઆપ 6GB વધારાના ડેટાનો ઉપયોગ કરવાનું શરૂ કરશો અને પછી બીજા દિવસે એટલે કે મધ્યરાત્રિના 12 પછી શરૂ થતાંની સાથે જ નવી ડેટા મર્યાદા સાથે 6GB ડેટાનો ઉપયોગ બંધ થઈ જશે. આવા વધારાના ડેટા સાથેના પ્લાન એવા યુઝર્સ માટે ખૂબ સારા છે જેઓ વધુ ડેટા ખર્ચ કરે છે.


Jioના આ પ્લાનમાં યૂઝર્સને SonyLIV, ZEE5, JioCinema Premium, Lionsgate Play, Discovery+, SunNXT, Kanchha Lanka, Planet Marathi, Chaupal, Docubay, Epic On, Hoichoi, JioTV અને JioCloudની મફત સુવિધાઓ પણ મળે છે.


જિઓનો 749 રૂપિયા વાળો પ્લાન 
આ લિસ્ટમાં Jioનો આગળનો પ્લાન 749 રૂપિયાનો છે, જેની વેલિડિટી 90 દિવસની છે. આ પ્લાનમાં અનલિમિટેડ વૉઇસ કૉલિંગ, દરરોજ 100 SMS અને દરરોજ 2GB ડેટા ઉપલબ્ધ છે. આ સિવાય યુઝર્સને આ પ્લાનમાં 20GB એક્સ્ટ્રા ડેટા મળે છે.


આ પ્લાન સાથે યુઝર્સને Jio TV, Jio Cinema અને Jio Cloudની સુવિધા પણ મળે છે. આ સિવાય હાલમાં જિઓ અનલિમિટેડ ટ્રુ 5જી સુવિધા પણ ઉપલબ્ધ છે.


જિઓનો 1198 રૂપિયા વાળો પ્લાન 
Jioના 1198 રૂપિયાના પ્લાનની વેલિડિટી 84 દિવસની છે. આ સાથે, દરરોજ 2GB ડેટા, 100SMS અને અમર્યાદિત વૉઇસ કૉલિંગ સુવિધા ઉપલબ્ધ છે.


આ પ્લાનમાં યૂઝર્સને 18GB એક્સ્ટ્રા ડેટા મળે છે. આ સિવાય Amazon Prime Video Mobile, Disney Plus Hotstar, Sony Liv, Zee5, Jio Cinema Premium સહિત કુલ 14 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ છે. આ બધા સિવાય યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ ટ્રુ 5જીની સુવિધા પણ આપવામાં આવી રહી છે.


જિઓનો 4498 રૂપિયા વાળો પ્લાન 
આ લિસ્ટમાં Jioનો આગામી પ્લાન એક આખા વર્ષ માટે એટલે કે 365 દિવસનો છે. આ પ્લાનમાં યુઝર્સને અનલિમિટેડ વોઈસ કોલિંગ, દરરોજ 100 SMS અને 2GB ડેટાની સાથે કુલ 78GB એક્સ્ટ્રા ડેટા મળે છે.


એટલું જ નહીં, આ પ્લાન સાથે યુઝર્સને એમેઝોન પ્રાઇમ મોબાઇલ, ડિઝની પ્લસ હોટસ્ટાર, સોની લિવ, ઝી5, જિઓ સિનેમા પ્રીમિયમ સહિત કુલ 14 OTT એપ્સનું ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે. આ બધા સિવાય યુઝર્સને આ પ્લાનમાં અનલિમિટેડ ટ્રુ 5જીની સુવિધા પણ આપવામાં આવી રહી છે.