નવી દિલ્હીઃ રિલાસન્ય જિઓ ફાઇબર બ્રોડબેન્ડ માર્કેટમાં પણ પોતાની પકડ મજબૂત કરવા માગે છે. કંપનીનો ટાર્ગેટ પ્રથમ વર્ષે 50 મિલિયન યૂઝર્સ મેળવવાનો છે. જોકે ઘણાં જિઓ ફાઇબર યૂઝર્સ એવા છે જે પ્રીવ્યૂ ઓફર પૂરી થયા બાદ લોકલ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઇડર તરફ વળી રહ્યા છે. તેનું મોટું કારણ જિઓ બ્રોડબેન્ડમાં આપવામાં આવેલ FUP લિમિટ છે. જોકે એક ટ્રિક દ્વારા JioFiber યૂઝર્સ ઓછી કિંમતમાં મહિના ભરના પ્લાનમાં 10 ગણો વધારે ડેટા મેળવી શકે છે. કંપનીએ હાલમાં જ 199 રૂપિયાવાળા વીકલી પ્લાનમાં ફેરફાર કર્યા છે, જેના દ્વારા આ શક્ય થઈ શકે છે.




આ 7 દિવસનો પ્લાન છે, જેમાં 199 રૂપિયામાં યૂઝર્સને 1TB (1000 જીબી) ડેટા મળે છે. લિમિટ પૂરી થાય ત્યાં સુધી ડેટા સ્પીડ 100 એમબીપીએસની રહે છે અને ત્યાર બાદ ઘટીને 1એમબીપીએસની રહી જાય છે. આ પેકનો જો તમે 5 વખત રિચાર્જ કરાવો તો 35 દિવસમાં 5 ટીબી ડેટાનો લાભ મળે છે. આ પહેલા આ પ્લાનમાં 100 જીબી ડેટા મળતો હતો.

ટોટલ ફાયદો જોઇએ તો 199 રૂપિયાનો પ્લાન જિઓ ફાઇબરનો સૌથી સસ્તો પ્લાન છે કારણ કે કોઇ અન્ય મંથલી પ્લાનમાં તમને આટલો ડેટા નહી મળે. જેમ કે જો તમે 1299 રૂપિયાનો ગોલ્ડ પ્લાન લેશો તો તમારે 18 ટકા જીએસટી પણ આપવો પડશે અને તે બાદ પણ તમને 750 જીબી ડેટા મળશે અને તે પણ 250 mbpsની સ્પીડથી. તો હવે તમે જ નક્કી કરી લો કયા પ્લાનમાં તમને વધુ ફાયદો મળશે.