નવી દિલ્હી: દેશમાં લોકોએ હવે ચીની પ્રોડક્ટ્સ પર વિશ્વાસ કરવાનું બંધ કરી રહ્યાં છે અને ચીનની પ્રોડક્સનો બહિષ્કાર કરવાના સૂર ઉઠાવ્યા છે. Tiktok જેવી ચાઈનીઝ એપને અનઇન્સ્ટોલ કરવાનું શરુ કરી દીધું છે. સોશિયલ મીડિયા પર ટિક ટોક અને યૂ ટ્યૂબના વિવાદ સામે આવ્યા ટિકટોકને નુકસાન થયું છે. હવે OneTouch Apps Labsએ Remove China Apps નામની એક એપ ડેવલપ કરી છે.

Remove China Appsને અત્યાર સુધી 100K થી વધુ વખત ડાઉનલોડ કરવામાં આવી છે અને 24000થી વધુ યૂઝરે તેના વિષે રિવ્યૂ લખ્યા છે. એપને પ્લે સ્ટોર પર સોલિડ 4.8 સ્ટાર રેટિંગ મળી ચુકી છે. આ એપ સ્માર્ટફોનમાં એવી એપ્સને સ્કેન કરે છે જે ચીની ડેવલપર્સ દ્વારા બનાવવામાં આવી હોય.
આ એપ માત્ર 3.5MBની છે અને તેમાં કોઈ જાહેરાતની પણ ઝંઝટ નથી. જે દર્શાવે છે કે, ડેવલપર આ એપથી પૈસા કમાવવા માટે નહીં પરંતુ માત્ર ચાઈનીઝ એપને બાયકોટ કરવા માંગે છે.

જો તમે આ એપ ઈનસ્ટોલ કરવા માંગો છો તો, પોતાના એન્ડ્રાઈડ સ્માર્ટફોન પર પ્લે સ્ટોર પર જઈને ‘Remove China Apps’શધો, પોતાના ફોન પર એપ ડાઉનલોડ કરી ઈન્સ્ટોલ કરો અને ઓપન કરો. આ એપને એ સ્કેન કરવાની પરમિશન આપો કે તમારા ફોનમાં કોઈ ચાઈનીઝ એપ તો નથીને, હવે જે એપને તમે અનઈન્સ્ટોલ કરવા માંગો છો તેની બાજુમાં ‘રેડ બિન’ આઈકન પર ટેપ કરો અને એપથી છૂટકારો મેળવવાની પ્રોસેસને કન્ફર્મ કરો.