નવી દિલ્હીઃ ટેક જાયન્ટ ગૂગલ વધુ એક મુશ્કેલીમાં મુકાઇ છે. રશિયામાં ગૂગલને ભારે ભરખમ દંડ ભોગવવાનો વારો આવ્યો છે. રિપોર્ટ છે કે મૉસ્કોની એક કોર્ટે ગેરકાયદેસર કન્ટેન્ટ હટાવવા પર વારંવાર નિષ્ફળ રહેતા શુક્રવારે ગૂગલ પર અભૂતપૂર્વ દંડ ફટકાર્યો છે. રશિયન અધિકારીઓએ વિદેશી ટેકનોલૉજી દિગ્ગજ પર દબાણ બનાવ્યુ હતુ, પરંતુ તેનુ પાલન ના થવા પર કોર્ટે દંડ લગાવ્યા. ટેલીગ્રામ પર કોર્ટની પ્રેસ સર્વિસે કહ્યું કે અમેરિકન ફર્મ પર 7.2 બિલિયન રૂબલ, (9.8 કરોડ ડૉલર, 8.6 કરોડ યૂરો)નો દંડ ફટકારવામાં આવ્યો છે. 


ગૂગલને આ દંડની રકમ અંદાજિત 750 કરોડ છે. ગૂગલને આ દંડ પ્રતિબંધિત કન્ટેન્ટ નહીં હટાવવાના કારણે ફટકારવામાં આવ્યો છે. કોર્ટે ચુકાદો આપ્યો કે ગૂગલ પ્રતિબંધિત કન્ટેન્ટ હટાવવાના વારંવારના આદેશને અવગણી રહ્યું છે. કોર્ટે કંપનીને વહિવટી દંડ તરીકે 7.2 બિલિયન રૂબલ્સ (અંદાજિત 98.4 મિલિયન ડૉલર) ચૂકવવાનો આદેશ આપ્યો છે. 


રશિયાનું વહીવટીતંત્ર સોશિયલ મીડિયા પર ધીમે ધીમે દબાણ ઊભું કરી રહ્યું છે, તેમના મતે ગૂગલ ડ્રગ, હથિયારો અને વિસ્ફોટકોને લગતું કન્ટેન્ટ હટાવવામાં નિષ્ફળ રહ્યા છે, તેની સામે કોઇ પગલા નથી ભરી રહ્યું. જોકે, ગૂગલે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, તેઓ કોર્ટના આદેશનો અભ્યાસ કરીને આગામી પગલા માટે નિર્ણય લઈશું.


 







આ પણ વાંચો--- 


Pro Kabaddi League : ગુજરાત પર ભારે પડ્યુ બંગાળ, જાયન્ટ્સને હરાવીને વૉરિઅર્સે જીતી બીજી મેચ, રાકેશ નરવાલે કર્યો કમાલ


આ 5 રાશિ પર છે શનિની દૃષ્ટી, જાણો શું રહેશે પ્રભાવ, દુષ્પ્રભાવને દૂર કરવા આ રીતે કરો આ ઉપાય


PM Kisan Yojana: આજે નહીં પરંતુ આ દિવસે ખેડૂતોને મળશે PM કિસાન સન્માન નિધિના પૈસા, જલ્દી કરો eKYC અને જાણો પ્રોસેસ


Gujarat Omicron : તાન્ઝાનિયાથી અભ્યાસ માટે આવેલા વિદ્યાર્થીઓ કોરોના સંક્રમિત આવતાં તંત્ર થયું એલર્ટ, ઓમિક્રોન સેમ્પલ લેવાયા


Omicron Cases India: ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં ઓમિક્રોને ફટકારી સદી, જાણો કયા રાજ્યમાં કેટલા છે કેસ


Ola Electric Scooters: સૌથી પહેલા આ શહેરોમાં ઉપલબ્ધ હશે ઓલા ઈલેક્ટ્રિક સ્કૂટર, જાણો લિસ્ટમાં તમારા શહેરનું નામ છે કે નહીં?