Samsungએ હાલમાં જ પોતાનો નવો ફોન Samsung Galaxy M02 ભારતમાં લોન્ચ કર્યો હતો. આ ફોનનું આજે ભારતમાં પ્રથમ સેલ છે. આ સેલ આજે બપોરે 12 કલાકથી એમેઝોન અને સેમસંગની સત્તાવાર વેબસાઈટ પર શરૂ થઈ ગયું છે. ફોન આ સેલમાં ઇન્ટ્રોડક્ટરી કિંમત અંતર્ગત 6799 રૂપિયામાં ખરીદી શકાય છે. ફોનમાં 5000mAhની બેટરીની સાથે અનેક શાનદાર ફીચર્સ આપવામાં આવ્યા છે.


સ્પેસિફિકેશન્સ

Samsung Galaxy M02માં 6.5 ઇંચની એચડી+ ઇનફિનિટી-V ડિસ્પ્લે આપવામાં આવી છે, જે વોટરડ્રોપ નોચ ડિઝાઈનની સાથે આવશે. ફોન એન્ડ્રોઈડ 10 બેસ્ડ One UI પર કામ કરશે. આ પોન સ્નેપડ્રેગન 450 પ્રોસેસરથી સજ્જ હશે. તેમાં 3 જીબી રેમ અને 32 જીબી ઇન્ટરનલ સ્ટોરેજ આપવામાં આવી શકે છે.

13 મેગાપિક્સલનો હશે કેમેરા

ફોટોગ્રાફીની વાત કરીએ તો Samsung Galaxy M02માં ડ્યુઅલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે. તેમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી અને 2 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા છે. જ્યારે સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 5 મેગાપિક્સલનો કેમેરા આપવામાં  આવ્યો છે. પાવર માટે તેમાં 5000mAhની બેટરી આપવામાં આવી છે.

મળશે આ ફીચર્સ

કનેક્ટિવિટી માટે Samsung Galaxy M02માં ડ્યૂઅલ સિમ સપોર્ટ, 4G LTE, વાઈ-ફાઈ, બ્લૂટૂથ, જીપીએસ અને યૂએસબી ટાઇપ સી જેવા ફીચર્સ આપવામાં આવી શકે છે. આ ફોન તમારા બજેટમાં હશે. જો તમે એક સસ્તો ફોન શોધી રહ્યો છો તો તમારા માટે એ બેસ્ટ ઓપ્શન સાબિત થઈ શકે છે.