દક્ષિણ કોરિયાની અગ્રણી ટેક કંપની સેમસંગે તેના નવા હેન્ડસેટ સેમસંગ ગેલેક્સી વાઈડ (Samsung Galaxy Wide) 5 ને તેના સ્થાનિક બજારમાં લોન્ચ કર્યો છે. આ સરળ ડિઝાઇન સ્માર્ટફોનમાં 5000mAhની બેટરી ઉપરાંત 64 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે. એવી અપેક્ષા છે કે આ ફોન ટૂંક સમયમાં ભારતમાં લોન્ચ થશે. માનવામાં આવે છે કે આ ફોન ભારતમાં સેમસંગ ગેલેક્સી F42 5G ના નામથી લોન્ચ થઈ શકે છે. ચાલો જાણીએ ફોનની ખાસિયતો વિશે.


આટલી છે કિંમત


સેમસંગ ગેલેક્સી વાઈડ (Samsung Galaxy Wide) 5 સ્માર્ટફોનની કિંમત 4,49,900 KRW એટલે કે લગભગ 28,200 રૂપિયા નક્કી કરવામાં આવી છે. આ ફોનના 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ વેરિએન્ટની કિંમત છે. સેમસંગનો આ સ્માર્ટફોન બ્લેક, વ્હાઇટ અને બ્લુ કલર ઓપ્શનમાં ઉપલબ્ધ છે.


આ છે સ્પેસિફિકેશન્સ


સેમસંગ ગેલેક્સી વાઈડ (Samsung Galaxy Wide) 5 સ્માર્ટફોનમાં 6.6-ઈંચની ફુલ એચડી + સુપર ઈન્ફિનિટી-વી ડિસ્પ્લે છે. ફોન એન્ડ્રોઇડ 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. સેમસંગના આ સ્માર્ટફોનમાં મીડિયાટેક ડાયમેન્સિટી 700 પ્રોસેસરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આમાં તમને 6GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટોરેજ મળશે, જેને તમે માઇક્રોએસડી કાર્ડની મદદથી 1TB સુધી પણ વધારી શકો છો.


કેમેરા


સેમસંગ ગેલેક્સી વાઈડ (Samsung Galaxy Wide) 5 સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યું છે, જેનો પ્રાઈમરી કેમેરા 64 મેગાપિક્સલનો છે. સાથે જ 5 મેગાપિક્સલનો સેકન્ડરી કેમેરા અને 2 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર આપવામાં આવ્યો છે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે તેમાં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો છે.


બેટરી અને કનેક્ટિવિટી


સેમસંગ ગેલેક્સી વાઈડ (Samsung Galaxy Wide) 5 સ્માર્ટફોનમાં પાવર માટે 5,000mAh ની બેટરી છે. સુરક્ષા માટે, તેમાં સાઇડ માઉન્ટ થયેલ ફિંગરપ્રિન્ટ સેન્સર છે. કનેક્ટિવિટી માટે તેમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ અને યુએસબી પોર્ટ જેવી સુવિધાઓ આપવામાં આવી છે. તેનું ડાયમેંશન એટલે કે પરિમાણ 76.4x167.2x9mm અને વજન 203 ગ્રામ છે.