નવી દિલ્હીઃ વૉટ્સએપે તાજેતરમાં જ કેટલાય ઉપયોગી અને અત્યાધિક રિક્વેસ્ટેડ ફિચર્સ રિલીઝ કર્યા છે. જેમ કે પ્રાથમિક સ્માર્ટફોન વિના અન્ય ઉપકરણો પર મેસેજિંગ એપનો ઉપયોગ કરવામાં સક્ષમ હોવુ, વિશિષ્ટ સંપર્કમાં લાસ્ટ સીન છુપાવવો, અને બીજુ કેટલુયે. અને હવે એપને મેસેજ રિએક્શન ફિચર મળી શકે છે.
WABetaInfoની એક નવા રિપોર્ટ અનુસાર, iOS પર એપના લેટેસ્ટ બીટા વર્ઝનથી જાણવા મળ્યુ ચે કે, એક નવુ મેસેજ રિએક્શન ફિચર બહુ જલ્દી આવી શકે છે. ટિપસ્ટરે એક સ્ક્રીનશૉટનો ખુલાસો કર્યો છે, જેમાં એક નવુ રિએક્શન નૉટિફિકેશન ટૉગલ બતાવવામાં આવ્યુ છે, જે આઇઓએસ પર વૉટ્સએપના વર્ઝન 22.2.72ના સેટિંગ મેનૂમાં અવેલેબલ છે.
ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના રિએક્શન જેવુ હશે ફિચર-
આ ફિચર મેટાના સ્વામિત્વવાળી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક એપમાં પહેલાથી જ અવેલેબલ છે. તેના જેવુ હવે વૉટ્સએપમાં પણ ફિચર મળશે. માર્ક ઝકરબર્ગ પહેલા જ ફેસબુક, ઇનસ્ટાગ્રામ અને વૉટ્સએપની મેસેજિંગ સિસ્ટમને મર્જ કવરાની પોતાની મહત્વકાંક્ષાનો ખુલાસો કરી ચૂક્યો છે.
આ પણ વાંચો.........
પબજીમાં દવાના વેપારીના દીકરાએ 17 લાખ રૂપિયા ગુમાવ્યા, પિતરાઇ ભાઇ સહિત ચાર લોકોની ધરપકડ
આ પાંચ ફિચર્સથી બદલાઇ જશે Whatsapp યૂઝર્સને એક્સપીરિયન્સ, જાણો વિગતે