SmartPhone Buying Tips: ઘણીવાર લોકો મોબાઇલ ખરીદતી વખતે તેના ફિચર્સ જોવાના બદલે તેનો કલર જોઇને જ તેને પસંદ કરી લે છે. અમે કેટલાક એવા જરૂરી ફિચર્સ વિશે બતાવી રહ્યાં છીએ, જેનો નવો મોબાઇલ ખરીદતી વખતે ખ્યાલ રાખવો જોઇએ.


મોબાઇલ બેટરી - મોબાઇલમાં સૌથી જરૂરી વસ્તુઓમાંની એક હોય છે, આની બેટરી, જો બેટરી ઓછા પાવરની હશે, તો તમારે વારંવાર મોબાઇલ ચાર્જ કરવો પડશે, એટલે મોબાઇલ લેતી વખતે ઓછામાં ઓછી 5000 mAhની બેટરી વાળો ફોન જ ખરીદો.


રિફ્રેશ રેટ - આજકાલ મોબાઇલ ફોનમાં મેસેજની આપલે વધુ થાય છે, જેના કારણે જલ્દી હેન્ગ થવા લાગે છે, એટલે તમારે નવો મોબાઇલ ખરીદતી વખતે કમ સે કમ 90 થી લઇને 120 hz રિફ્રેશ રેટ સુધી ફોન જરૂર ખરીદો. જેથી તમને હેન્ગ થવાની સમસ્યાનો સામનો ના કરવો પડે.


કેમેરા ફિચર્સ - હવે સેલ્ફી અને ફોટાની દરેકને લત લાગી ગઇ છે. તમે પણ જો નવો ફોન ખરીદવાનુ વિચારતા હોય તો, કમ કે કમ સારા કેમેરા ફિચર્સને ધ્યાનમાં રાખજો, અત્યારે 50 મેગાપિક્સલ કેમેરા વાળા મોબાઇલ જ ખરીદો, જેથી ફોટો ક્લિક કરતી વખતે બેસ્ટ ક્વૉલિટી મળી શકે.


ડિસ્પ્લે ફિચર્સ - નવો સ્માર્ટફોન લેતી વખતે સ્ક્રીનુ વિશેષ ધ્યાન રાખો અને એમૉલેડ ડિસ્પ્લે વાળો જ મોબાઇલ ખરીદો. આમાં તમને કલર કૉમ્બિનેશન તો સારુ મળે જ છે, સાથે જ મોબાઇલનો વધુ ઉપયોગ પણ તમારી આંખોને અસર નહીં કરે.


ફિંગર ટચ સ્ક્રીન - અત્યારે સામાન્ય રીતે ફોનમાં ફિંગર ટચની સુવિધા અવેલેબલ જ હોય છે, પરંતુ કોશિશ કરો કો સ્ક્રીન ફિંગર ટચ વાળો ફોન ખરીદો, ફ્રન્ટ ફિંગર ટચ યૂઝ કરવુ ખુબ આસાન હોય છે.


 


બાળકને મોબાઇલ આપતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન


ઘણા લોકો પોતાના બાળકને શાંત રાખવા માટે કે હેરાનગતિથી બચવા માટે બાળકોના હાથમાં મોબાઈલ પકડાવી દે છે. ત્યારે આજે અમે તમને જણાવી દઈએ કે તમે શાંતિ મેળવવા માટે ભલે બાળકના હાથમાં મોબાઈલ થમાવી દો પરંતુ આ બાબત બાળકો માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઇ શકે છે. એક નવા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે દૈનિક પ્રવૃત્તિઓ અને સ્ક્રીન પર વિતાવેલ સમય નાના બાળકોના વિકાસ પર નોંધપાત્ર અસર કરે છે.


તાજેતરના અભ્યાસથી સામે આવ્યા આ તારણો…
તાજેતરના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે 24 મહિનાના બાળકો, જેઓ દરરોજ મોબાઈલ અથવા ટીવી પર 60 મિનિટથી ઓછો સમય વિતાવે છે અને જેઓ દરરોજ ઓછામાં ઓછી 60 મિનિટ સુધી શારીરિક રીતે સક્રિય રહે છે તે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય જે બાળકો સ્ક્રીન પર વધુ સમય વિતાવે છે તેના શારીરિક વિકાસ કરતાં સારો થાય છે.


બાળકોને શારીરિક પ્રવૃત્તિથી રાખો વ્યસ્ત  
સંશોધનમાં જાણવા મળ્યું છે કે જે બાળકો આખા દિવસમાં ઓછામાં ઓછા એક કલાક સુધી શારીરિક પ્રવૃત્તિમાં સામેલ હતા, તેમની યાદશક્તિ અન્ય કરતા વધુ સારી હોય છે. જોકે તેમના વજનના વધવા કે ઘટવા સાથે કોઈ આને કોઈ લેવાદેવા નથી. આ પરથી એવું કહી શકાય કે બાળકના વધુ સારા વિકાસ માટે, તેને વધુને વધુ શારીરિક પ્રવૃત્તિમાં ભાગ લેવાનું કહેવુ જોઈએ અને બને તેટલું સ્ક્રીનથી દૂર રાખવું જોઈએ.


વધુ પડતો મોબાઇલ અને ટીવીના ઉપયોગથી બાળકો પર માઠી અસર
જે બાળકો મોબાઈલ, લેપટોપ પર દિવસમાં એક કલાકથી ઓછો સમય વિતાવે છે, તેઓ વધુ ફોન જોનારા બાળકો કરતાં વધુ સારું પ્રદર્શન અને સિદ્ધિઓ હાંસલ કરવામાં સક્ષમ છે. બાળકોની યાદ શક્તિ, યોજના બનાવવાની કુશળતા, ધ્યાન આપવાની શક્તિ, કાર્યો અને વર્તન વચ્ચે સ્વિચ કરવાની ક્ષમતા પર તેની નોંધપાત્ર અસર પડે છે.


બાળકોને સ્ક્રીનથી દૂર રાખો
બને ત્યાં સુધી બાળક સાથે સમય વિતાવો અને મોબાઈલનો ઉપયોગ ન કરો. ઘરના નાના-નાના કામમાં બાળકોની મદદ લો તેનાથી બાળક સ્વતંત્ર બનશે. મોબાઈલને બદલે બાળકને પેઇન્ટિંગ, ડાન્સ, મ્યુઝિક વગેરેમાં વ્યસ્ત રાખો. ફોનમાં પાસવર્ડ રાખો જેથી તેઓ પોતાની મરજીથી ફોનનો ઉપયોગ ન કરી શકે. બાળકને બહાર લઈ જાઓ અને તેમની સાથે પાર્કમાં રમો. તમે ઘરમાં પાલતુ પ્રાણી રાખી શકો છો.