Realme Narzo 60 Series: ચીની સ્માર્ટફોન મેકર કંપની રિયલમી હવે પોતાનો વધુ એક ધાંસૂ ફોન માર્કેટમાં લૉન્ચ કરવાની તૈયારીમાં છે. Realme ટૂંક સમયમાં ભારતમાં Realme Narzo 60 સીરીઝ લૉન્ચ કરશે. આ સીરીઝ અંતર્ગત કંપની 2 સ્માર્ટફોન લૉન્ચ કરશે જેમાં એક Realme Narzo 60 5G અને બીજો Realme Narzo 60 Pro હશે. કંપની Realme Narzo 50ના અનુગામી તરીકે Realme Narzo 60 5G લૉન્ચ કરશે. કંપની આ સીરીઝ 6 જૂને બપોરે 2 વાગ્યે લૉન્ચ કરશે. તમે ઈ-કોમર્સ વેબસાઈટ એમેઝૉન પરથી આ સ્માર્ટફોનને આસાનીથી ખરીદી શકશો. કંપનીએ ટ્વીટર પર પોતાની અપકમિંગ સ્માર્ટફોનનું ટીઝર શેર કર્યું છે. આ ટીઝરમાં નવા ફોનના કેમેરાની ડિટેલ્સ અને ડિઝાઇન શેર કરવામાં આવી છે.
મળશે 100MPનો કેમેરો -
Realme Narjo 60 Pro 5G સ્માર્ટફોનમાં ત્રિપલ કેમેરા સેટઅપ મળી શકે છે, જેમાં 100MPનો પ્રાઇમરી કેમેરા હશે. ફોનની પાછળની પેનલ લેધર ફિનિશની હશે અને તે Realme 11 Pro માં કંપની દ્વારા આપવામાં આવેલ રાઉન્ડ કેમેરા મૉડ્યૂલ પણ મળશે. કંપનીનું બ્રાન્ડિંગ ફોનની પાછળની બાજુએ કરવામાં આવ્યું છે. કિંમતની વાત કરીએ તો કંપની આ સીરીઝને 20 થી 30 હજારની વચ્ચે લૉન્ચ કરી શકે છે.
મળી શકે છે આ સ્પેક્સ -
Realme Narzo 60 5Gમાં કંપની 33W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ સાથે MediaTek Dimensity 6020 ચિપસેટ, 8GB RAM, 256 ઇન્ટરનલ સ્ટૉરેજ અને 5000 mAh બેટરી આપી શકે છે. સ્માર્ટફોનમાં 6.43-ઇંચની ફુલ HD + AMOLED ડિસ્પ્લે મળી શકે છે, જે 90hz ના રિફ્રેશ રેટને સપોર્ટ કરશે. Realme Narzo 60 Proમાં ડાયમેન્સિટી 7050 SoC સપોર્ટ કરી શકાય છે. કંપનીએ દાવો કર્યો છે કે આ સીરીઝ 2.5 લાખથી વધુ ફોટો સ્ટૉર કરી શકે છે, એટલે કે આમાં, કંપની ગ્રાહકોને 1TB સ્ટૉરેજ સપોર્ટ આપશે. ધ્યાન રહે સ્પેક્સ લીક પર આધારિત છે. સચોટ માહિતી માટે તમારે થોડી વધુ રાહ જોવી પડશે.
Nothing Phone 2 આગામી મહિને થશે લૉન્ચ -
આવતા મહિને જે ફોન પર દરેકની નજર ટકેલી છે તે છે Nothing Phone 2. કંપની તેનો બીજો પારદર્શક ફોન 11 જુલાઈએ રાત્રે 8:30 વાગ્યે લૉન્ચ કરશે. આમાં તમને ડ્યૂઅલ કેમેરા સેટઅપ, 4700 mAh બેટરી, 6.7 ઇંચ OLED ડિસ્પ્લે, Snapdragon 8th Plus 1st જનરેશન SOCનો સપોર્ટ મળશે. મોબાઈલ ફોનની કિંમત 40,000 રૂપિયાની આસપાસ હોઈ શકે છે. તમે ઘરે બેઠા કંપનીની યુટ્યુબ ચેનલ દ્વારા સ્માર્ટફોનની લૉન્ચ ઇવેન્ટ જોઈ શકશો.
Join Our Official Telegram Channel: