ગૂગલની મેપ સિસ્ટમ ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ ઉપયોગી છે. આ એપ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જો કે હવે આપને સ્વદેશી એપ પણ રસ્તો બતાવશે. ઈસરો અને માય મેપ ઈન્ડિયા દ્વારા ગૂગલ મેપ્સ જેવી સ્વદેશી સિસ્ટમ વિકસાવવા માટે કરાર થયા છે.
ભારતમાં જલ્દીથી જ સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન મળશે. સાથે જ મેપિંગ પોર્ટલ અને લોકેશન ડેટા સેવા પણ ઉપલબ્ધ થશે. ઇન્ડિયન સ્પેસ રિચર્ચ ઓર્ગેનાઈઝેશન ISROએ લોકેશન એન્ડ નેવિગેશન ટેકનોલોજી સોલ્યુશન પ્રોવાઈડર સાથે ભાગીદારી કરી છે આ એપઆત્મનિર્ભર ભારત અભિયાનમાં એક ઉપલબ્ધી સમાન સાબિત થશે.
માય મેપ ઈન્ડિયા 1995થી ડિજિટલ મેપ પુરા પાડે છે, માય એપનો ડિજિટલ મેપ ક્ષેત્રમાં બહોળો અનુભવ છે. આ તૈયાર થઇ રહેલી સ્વદેશી એપ 300 કરોડ સ્થળોના નકશા અવેલેબલ છે. અત્યાર સુધીમાં માય એપે ભારતના તમામ 7.5 લાખ ગામ, 7500થી વધારે શહેર તથા 63 લાખ કિલોમીટર લાંબા રસ્તાના નકશા તૈયાર કરી લીધા છે.
દેશની કેટલીક સંવેદનશીલ માહિતી વિદેશીમાં શેર ન થાય માટે સ્વદેશી એપની ડિમાન્ડ ઉભી થઇ છે. સ્વદેશી નેવિગેશન ઘણી રીતે Google Mapથી થોડી અલગ હશે. જેમાં ભારત સરકારની માર્ગદર્શિકાના આધારે સરહદી વિસ્તારો દર્શાવવામાં આવશે. એપમાં વાસ્તવિક સેટેલાઇટ છબીઓ પણ મળશે. જે ઇસરો દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સ્વદેશી નેવિગેશન એપ્લિકેશન કોઈપણ જાહેરાત અને વ્યવસાય મોડેલ સાથે કામ નહીં કરે.
હવે સ્વદેશી એપ બતાવશે આપને રસ્તો, ઇસરો બનાવશે નેવિગેશન એપ્લિકેશન, શું છે ખાસિયત?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
14 Feb 2021 11:32 AM (IST)
ગૂગલની મેપ સિસ્ટમ ખૂબ જ પ્રચલિત અને ખૂબ જ ઉપયોગી છે. આ એપ્સનો ઉપયોગ મોટા પ્રમાણમાં થાય છે. જો કે હવે આપને સ્વદેશી એપ પણ રસ્તો બતાવશે. ઈસરો અને માય મેપ ઈન્ડિયા દ્વારા ગૂગલ મેપ્સ જેવી સ્વદેશી સિસ્ટમ વિકસાવવા માટે કરાર થયા છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -