WhatsApp Service In India: માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે (I&B Minister Ashwini Vaishnaw) સોશિયલ મેસેજિંગ પ્લેટફોર્મ વોટ્સએપને લઈને મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે કહ્યું કે મેટાએ ભારતમાં તેની વોટ્સએપ સેવા બંધ કરવા અંગે સરકારને કોઈ માહિતી (WhatsApp and its parent company Meta has not informed the government of any plans to shut down its services in India) આપી નથી. આઈટી મંત્રીનું આ નિવેદન કોંગ્રેસ નેતા વિવેક ટંઢા (Congress member Vivek Tankha) દ્વારા પૂછવામાં આવેલા સવાલ પર સામે આવ્યું છે. કોંગ્રેસ નેતાએ પૂછ્યું હતું કે શું વોટ્સએપ યુઝર્સની વિગતો શેર કરવાની (whether WhatsApp was planning to shut its services in India) સરકારની સૂચનાઓનું પાલન ન કરવા બદલ ભારતમાં તેની સેવા બંધ કરવાની યોજના બનાવી રહ્યું છે.
આ વર્ષની શરૂઆતમાં વોટ્સએપે દિલ્હી હાઈકોર્ટને (Delhi High Court) ચેતવણી આપી હતી કે જો કંપનીને મેસેજનું એન્ક્રિપ્શન તોડવાની ફરજ પાડવામાં આવશે તો તે ભારતમાં કામ કરવાનું બંધ કરી દેશે. આ નિવેદન બાદ ભારતમાં વોટ્સએપ યુઝર્સ ટેન્શનમાં હતા. મેટાએ ભારતના નવા આઈટી નિયમોને સીધો પડકાર (WhatsApp and its parent company Meta had challenged the newly amended IT Rules) ફેંક્યો હતો. મેટા વતી કહેવામાં આવ્યું હતું કે આ નિયમો ગોપનીયતાના અધિકારનું (violate the right to privacy and were unconstitutional) ઉલ્લંઘન કરે છે.
શું કહ્યું અશ્વિની વૈષ્ણવે
આઈટી મંત્રીએ સ્પષ્ટતા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને જાહેર વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સંબંધિત સરકારી સૂચનાઓ જારી કરવામાં આવી છે. આ નિયમો ભારતની સાર્વભૌમત્વ અને સુરક્ષાનું રક્ષણ કરવા અને અન્ય દેશો સાથે મિત્રતા જાળવી રાખવા માટે છે. આ ઉપરાંત, તેઓ એવી કોઈપણ પ્રવૃત્તિને અટકાવવાના છે જે જાહેર વ્યવસ્થા સિવાય ગુનાને ઉત્તેજિત કરી શકે.
માર્ક ઝકરબર્ગે ભારતના વખાણ કર્યા છે
મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગ પહેલા જ મેસેજિંગ ટેક્નોલોજી અપનાવવા બદલ ભારતની પ્રશંસા કરી ચૂક્યા છે. માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે ભારત આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા છે. 400 મિલિયન વપરાશકર્તાઓ સાથે ભારત WhatsAppનું સૌથી મોટું બજાર છે. આ કારણથી બંને એકબીજા માટે ખૂબ મહત્વ ધરાવે છે.