Twitter Blue Discount: ટ્વીટરનુ બ્લૂ સબ્સક્રિપ્શન સતત ચર્ચામાં છે. ટ્વીટર વેબ યૂઝર્સ માટે લગભગ 650 રૂપિયા પ્રતિ માસ અને આઇઓએસ માટે 895 રૂપિયા પ્રતિ માસના હિસાબથી ટ્વીટર બ્લૂની સર્વિસ પ્રૉવાઇડ કરી રહ્યું છે. હવે સમાચાર છે કે, ટ્વીટર પોતાની બ્લૂ સબ્સક્રિપ્શન સર્વિસ પર એક વાર્ષિક ડિસ્કાઉન્ટ આપી રહ્યુ છે. 


જાણકારી અનુસાર, હવે ટ્વીટર બ્લૂનું સબ્સક્રિપ્શન યૂઝર્સ લગભગ 6835 રૂપિયા પ્રતિ વર્ષ (લગભગ 570 રૂપિયા પ્રતિ માસ)ની સાથે લઇ શકો છો. આ હિસાબથી યૂઝર્સ મન્થલી મેમ્બરશીપ પર $1 (લગભગ 80 રૂપિયા) બચાવી શકે છે, કેમ કે ટ્વીટર બ્લૂની મન્થલી કિંમત $8 (લગભગ 650 રૂપિયા) પ્રતિ માસ છે. જાણો એન્યૂઅલ ડિસ્કાઉન્ટ વિશે થોડી ડિટેલ્સ...... 


આ દેશમાં ઉપલબ્ધ છે ડિસ્કાઉન્ટ - 
ટ્વીટરને પોતાની બ્લૂ સબ્સક્રિપ્શન પર આ ડિસ્કાઉન્ટને યૂકે કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ અને જાપાન સહિત અન્ય દેશોમાં પણ ઉપલબ્ધ કરાવી છે, આ તમામ દેશોમાં ટ્વીટર બ્લૂ રજૂ નથી થયુ. આવામાં તમે આ ડિસ્કાઉન્ટનો ફાયદો નથી ઉઠાવી શકતા કેમે કે સારી વાત છે કે, તમે હજુ બ્લૂ ટિક માટે પૈસા નથી આપી રહ્યાં. 


યૂઝર્સ આ રીતે કરી શકે છે 245 રૂપિયાની બચત - 
ટ્વીટર યૂઝર્સની પાસે વેબ દ્વારા 650 રૂપિયા પ્રતિ માસ અને iOS થી 895 રૂપિયા પ્રતિ માસ બ્લૂની સદસ્યતા લેવાનો ઓપ્શન હતો, આમાં એપલની 30% ફી સામેલ હતી. એન્ડ્રોઇડની એપમાંથી તો ટ્વીટર બ્લૂને ગયાબ જ કરી દીધુ છે. આ વેબ અને એપલ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. જોકે, એન્ડ્રોઇડ અને iOS યૂઝર્સ હજુ પણ વેબ દ્વારા સાઇન અપ કરીને $3 (લગભગ 245 રૂપિયા)ની બચત કરી શકે છે. 


ડિસ્કાઉન્ટ મળવા પર શું થશે ફાયદો ?
જો કોઇ iOS યૂઝર છે, તો તેને ટ્વીટર બ્લૂની મન્થલી કિંમત લગભગ 895 રૂપિયા પ્રતિ માસ પડશે, જે વાર્ષિક રીતે લગભગ 10740 રૂપિયા છે, આવામાં તે વાર્ષિક પ્લાન છે, તો કિમત લગભગ 6999 રૂપિયા થઇ જશે, આવામાં 36% ની બચન થશે. 


 


Twitter Blue: એન્ડ્રોઇડ વપરાશકર્તાઓને ટ્વિટરે આપ્યો ઝટકો, બ્લૂ ટીક માટે ચૂકવવા પડશે વધુ પૈસા


Twitter Blue: એલોન મસ્કની માલિકીની Twitter એ  એન્ડ્રોઇડ (Android) વપરાશકર્તાઓ માટે તેમની બ્લુ સેવાની કિંમતમાં વધારો કર્યો છે, જેમાં યૂઝર્સે હવે દર મહિને 11 ડોલર ચૂકવવા પડશે. ટ્વીટર બ્લુ ટીકનો પ્લાન ઉપલબ્ધ દેશોમાં 8 ડોલર પ્રતિ મહિને અથવા 84 ડોલર પ્રતિ વર્ષથી શરૂ થાય છે.


કંપનીના હેલ્પ સેન્ટર પેજ મુજબ બ્લુ ચેકમાર્ક સિવાય તમામ ટ્વિટર બ્લુ ફિચર્સ તાત્કાલિક ઉપલબ્ધ થશે, જે તમામ જરૂરિયાતો પૂરી થાય છે તેની ખાતરી કરવા માટે સબસ્ક્રાઇબ કરેલ એકાઉન્ટ્સની સમીક્ષા કરવામાં આવે તે સુનિશ્ચિત કરવામાં સમય લાગી શકે છે.


એલોન મસ્ક પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે તે પ્લેટફોર્મનું વધુ મુદ્રીકરણ કરવા માગે છે. આવી સ્થિતિમાં, વપરાશકર્તાઓએ પ્લેટફોર્મની કેટલીક વિશેષ સેવાઓનો લાભ લેવા માટે સબસ્ક્રિપ્શન અથવા પેઇડ સેવા લેવી પડશે.


આ સાથે, ટ્વિટર બ્લુ હવે વેબ, iOS અથવા Android પર ઉપલબ્ધ થશે, પરંતુ ફક્ત યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને યુકે જેવા દેશોમાં રહેતા લોકો માટે જ ઉપલબ્ધ છે. મોબાઇલ પર ટ્વિટર બ્લુની કિંમત આ દેશોમાં વપરાશકર્તા દીઠ $11 (આશરે રૂ. 880) છે અને તેમાં એન્ડ્રોઇડ વર્ઝનનો સમાવેશ થાય છે.


બ્લુ ટીકની સાથે, ટ્વિટર બ્લુ સુવિધા ગ્રાહકોને તેમના ટ્વિટર અનુભવને વધારવા અને કસ્ટમાઇઝ કરવાની રીત પ્રદાન કરે છે, જેમાં કસ્ટમ એપ આઇકોન્સ, કસ્ટમ નેવિગેશન, હેડર્સ, અનડુ ટ્વીટ્સ, લાંબા વિડિયો અપલોડ્સ અને બીજી ઘણી સેવાઓનો સમાવેશ થાય છે. Twitter બ્લુ પ્લાન હાલમાં ફક્ત યુએસ, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન અને યુકેમાં વેબ, iOS અથવા Android પર ઉપલબ્ધ છે.


કંપનીનું કહેવું છે કે,  જો તમે અમારી સેવાની શરતોનું ઉલ્લંઘન કરો છો અથવા જો તમારું એકાઉન્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે, તો રિફંડની ઑફર કર્યા વિના,કોઈપણ સમયે તમારા બ્લુ ટીકને કોઈપણ નોટિસ વિના દૂર કરવાનો અધિકાર અનામત રાખે છે. માઈક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મે વધુમાં જણાવ્યું હતું કે તે ટ્વિટર વેરિફિકેશન ફોર ઓર્ગેનાઈઝેશન નામની નવી સેવાનું પણ પ્રાયોગિક ધોરણે કામ કરી રહ્યું છે, જે ટ્વિટર પરની બિઝનેસ એન્ટિટી માટે સેવા છે જે સત્તાવાર બિઝનેસ એકાઉન્ટ્સમાં ગોલ્ડ ટીક જોડે છે.


મસ્ક વારંવાર એપલ ટેક્સ વિશે વાત કરી ચૂક્યા છે. હવે ટ્વિટર બ્લુ સબસ્ક્રિપ્શનની કિંમત પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે આ એપલ ટેક્સ શું છે. તમે પ્રીમિયમ એપ્સ પર ગૂગલના કમિશન વિશે પણ એવું જ કહી શકો છો, જેનો અર્થ છે કે એન્ડ્રોઇડ યુઝર્સને ટ્વિટર બ્લુ માટે તેમની સબ્સ્ક્રિપ્શન કિંમત પર ડિસ્કાઉન્ટ મળતું નથી.


નવી ઓફરમાં વપરાશકર્તાઓ માટે વેરીફાઈડ (બ્લુ ટિક) એકાઉન્ટ્સ, 1080p વિડિયો અપલોડ કરવા માટે સપોર્ટ, ટ્વીટ્સ માટે એડિટ બટન અને કસ્ટમ એપ આઇકોન્સનો ઉપયોગ કરવાનો વિકલ્પ પણ સામેલ છે. એલોન મસ્ક ટ્વિટર ચીફ બન્યા બાદ ટ્વિટર બ્લુમાં મોટા ફેરફાર થયા છે. એવી ઘણી ઘટનાઓ છે જ્યાં સબ્સ્ક્રિપ્શન્સ પહેલા દૂર કરવામાં આવ્યા હતા, પછી પાછા લાવવામાં આવ્યા હતા અને પછી ફરીથી રજૂ કરવામાં આવ્યા હતા. આ સિવાય પ્રતિષ્ઠિત સંસ્થાઓના ટ્વિટર એકાઉન્ટને ગ્રે ટિક આપવામાં આવ્યા, જેને પછીથી ગોલ્ડ ટિકમાં ફેરવી નાખવામાં આવ્યા.