YouTube Upcoming Features: ગૂગલનું વીડિયો સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ યુટ્યૂબ દુનિયાભરમાં ખુબ જાણીતી થઇ ચૂકી છે. ભારતમાં આ ખુબ લોકપ્રિય વીડિયો સર્વિસ છે. આજે દરેક વ્યક્તિ અલગ-અલગ કન્ટેન્ટ જોવા માટે યુટ્યૂબ એપમાં કલાકોનો સમય વિતાવે છે. યૂઝર એક્સપીરિયન્સને બેસ્ટ બનાવવા માટે કંપની સમયાંતરે નવા ફિચર્સ એડ કરતી રહે છે. આ દરમિયાન કંપની YouTube પર શૉર્ટ્સ ક્રિએટર્સ માટે Q&A સ્ટીકરો એડ કરવાની છે. આની મદદથી ક્રિએટર્સ લોકોને તેમના સવાલો પૂછી શકે છે, અને દર્શકો કૉમેન્ટ્સ દ્વારા તેનો જવાબ આપી શકે છે. કંપનીએ 'YouTube ટેસ્ટ ફિચર્સ એન્ડ એક્સપેરિમેન્ટ્સ' પેજ પર કહ્યું કે શૉર્ટ્સ ક્રિએટર્સ માટે તેમના સમુદાયનું નિર્માણ કરવાનું વધુ આસાન બનાવવા માટે અમે એક સ્ટીકર સાથે એક્સપેરિમેન્ટ કરી રહ્યા છીએ જે ક્રિએટર્સે તેમના દર્શકો પાસેથી પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે.


એકેડેમિક કન્ટેન્ટમાં આ રીતે મળશે મદદ - 
હાલમાં Q&A સ્ટીકર ફિચરનું ટેસ્ટિંગ ચાલી રહ્યું છે જે આગામી સમયમાં દરેક માટે લાઇવ થશે. આ ઉપરાંત યુટ્યૂબ તેના એકેડેમિક કન્ટેન્ટ માટે એક રસપ્રદ ફિચર પર કામ કરી રહ્યું છે. કંપની શૈક્ષણિક વીડિયોમાં એક ઓટૉમેટીક ફિચર એડ જઈ રહી છે જે તમને ઈમેજીસ અને ટેક્સ્ટ સ્નિપેટ્સ દ્વારા વીડિયોની અંદરના મુખ્ય ખ્યાલો વિશે માહિતી આપશે. હાલમાં, આ સુવિધા દર્શકોને જીવવિજ્ઞાન, ભૌતિકશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર જેવા વિષયોમાં મદદ કરશે. આવનારા સમયમાં કંપની તેને તમામ પ્રકારની શૈક્ષણિક સામગ્રી એજ્યૂકેશનલ કન્ટેન્ટ પર લાગુ કરી શકે છે.


Shortsથી તમે કમાઇ શકો છો પૈસા - 
તમે YouTube પર શૉર્ટ્સ દ્વારા પણ પૈસા કમાઈ શકો છો. આ માટે, તમારી ચેનલ પર તમારી પાસે 500 સબ્સ્ક્રાઇબર્સ હોવા જોઈએ, છેલ્લા 90 દિવસમાં 3 સાર્વજનિક વીડિયો અને 3 મિલિયનથી વધુ વ્યૂઝ હોવા જોઈએ. આ શરતો પૂર્ણ કર્યા પછી, તમે YouTube પાર્ટનર પ્રૉગ્રામ માટે અરજી કરી શકો છો. યુટ્યૂબની જેમ ટ્વીટર પણ લોકોને પૈસા કમાવવાની તક આપી રહ્યું છે. જોકે અહીં તમને વીડિયોને બદલે ટ્વીટથી પૈસા મળે છે. Twitter પરથી પૈસા કમાવવા માટે તમારા એકાઉન્ટમાં 500 ફોલોઅર્સ, 5 મિલિયન ટ્વીટ ઇમ્પ્રેશન (ફક્ત ચકાસાયેલ એકાઉન્ટ્સ જ ગણાશે) અને વેરિફાઇડ પ્રૉફાઇલ હોવી જોઇએ.