WhatsApp સમયાંતરે યૂઝર ફ્રેન્ડલી ફિચર્સ રિલીઝ કરતું રહે છે. ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપએ તાજેતરમાં મેસેજ શિડ્યૂલ કરવાની ફેસિલિટી પ્રૉવાઇડ કરી છે, જેના દ્વારા તમે તમારા પરિચિતોને ભૂલ્યા વિના હેપ્પી બર્થ ડે, ગુડ નાઇટ અને ગુડ મોર્નિંગ મેસેજ મોકલી શકશો. અમે તમને જણાવી દઈએ કે જ્યારે પણ તમને યાદ હોય ત્યારે તમે આ મેસેજ શિડ્યૂલ કરી શકો છો અને આ મેસેજ તમારા પરિચિતોને નિર્ધારિત સમયે પહોંચાડવામાં આવશે. જો તમે પણ વૉટ્સએપ પર શુભકામનાઓ મોકલવાનું ભૂલી ગયા છો, તો ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપનું આ ફીચર તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે.


આ એપ્સ કરશે તમારી મદદ 
WhatsApp પર ઓટોમેટિક મેસેજ મોકલવા માટે કેટલીય થર્ડ પાર્ટી એપ્સ ઉપલબ્ધ છે. અહીં અમે તમને Scheduler, Do It Later અને Skedit થર્ડ પાર્ટી એપ્સ વિશે જણાવી રહ્યા છીએ. આ એપ્સની મદદથી તમે વૉટ્સએપ પર મેસેજ શિડ્યૂલ અને મોકલી શકો છો. તમને જણાવી દઈએ કે આ થર્ડ પાર્ટી એપ્સને ગૂગલ પ્લે સ્ટૉર અને એપ સ્ટૉર પરથી સરળતાથી ડાઉનલૉડ કરી શકાય છે અને કેટલાક સામાન્ય સ્ટેપ્સ ફોલો કરીને તમે WhatsApp પર મેસેજ શિડ્યૂલ કરી શકો છો.


કઇ રીતે શિડ્યૂલ કરશો વૉટ્સએપ મેસેજ 
સૌ પ્રથમ Google Play Store/App Store પરથી SKEDit એપ ડાઉનલોડ કરો.
આ પછી તમારા ફેસબુક એકાઉન્ટથી સાઇન ઇન કરો.
હવે અહીં તમારું નામ, ઈમેલ અને પાસવર્ડ નાખીને એકાઉન્ટ બનાવો.
આ પછી તમારા ઈમેલ પર એક વેરિફિકેશન ઈમેલ આવશે.
આની ચકાસણી કર્યા પછી, હેલ્પ પેજ પર જાઓ, WhatsApp પર ક્લિક કરો અને SKEDit એપ્લિકેશનને જરૂરી પરવાનગીઓ આપો.
આ પછી તમે જેમના માટે મેસેજ શિડ્યૂલ કરવા માંગો છો તે કૉન્ટેક્સને પસંદ કરો.
એકવાર પસંદ કર્યા પછી, તમે હવે આ કૉન્ટેક્ટ ગમે ત્યારે મેસેજ કરી શકો છો.
આ સિવાય, જો તમે શિડ્યૂલ કરેલ મેસેજ મોકલતા પહેલા તમારી પરવાનગી આપવા માંગો છો, તો તમે તેને સેટ પણ કરી શકો છો. આમ કરવાથી, જ્યારે પણ શિડ્યૂલ કરેલ મેસેજ મોકલવામાં આવશે, તે પહેલા તમારી પાસેથી પરવાનગી લેશે.