Google Map Indicator Feature: આજે પણ આપણે જો કોઇ અજાણી જગ્યા કે સ્થળ પર પહોંચવા માંગીએ છીએ, ત્યારે આપણે તરત જ ગૂગલ મેપ્સનો ઉપયોગ કરવાનો શરૂ કરી દઇએ છીએ. એટલું જ નહીં આપણે બધા કોઇને ડ્રાઇવરને કૉલ અથવા કોઈને આપણું કરન્ટ સ્થાન જણાવવા માટે પણ ગૂગલ મેપ્સનો યૂઝ કરીએ છીએ. ગૂગલ મેપ્સ દ્વારા વસ્તુઓ શોધવાનું આજે ખૂબ જ સરળ બની ગયું છે. હાલમાં, જો તમે Google Map પર કોઈ સ્થાન શોધો છો અને તેના પર ટેપ કરો છો, તો Google તમને લાલ પિન બતાવે છે. આના પરથી આપણને એ લૉકેશનની ખબર પડે છે કે, આપણે ક્યાં જવું છે, પરંતુ જેવું તમે આ પીન સિવાય નજીકના રૉડ અને દુકાનો જોવાનો પ્રયાસ કરો છો, તો આ પીન મુખ્ય સ્થાન પરથી હટી જાય છે, અને આવી સ્થિતિમાં તમારે ફરીથી લૉકેશન સર્ચ કરવું પડે છે.
ખરેખરમાં, આ કામ ઘણીવાર ઇરેટેટિંગ જેવુ લાગે છે, પરંતુ હવે આનાથી છૂટકારો અપાવવા માટે ગૂગલ એક લેટેસ્ટ અને કામના ફિચર પર કામ કરી રહ્યું છે. આ ફેસિલિટીની મદદથી તમે તમારા પ્રાઇમરી સ્થાન સાથે જોડાયેલા રહેશો, એટલે કે તમારું સ્થાન ચૂકી જશો નહીં.
શું છે Immersive view ફિચર ?ગૂગલના Immersive view ફિચર દ્વારા તમે કોઇપણ લૉકેશનની આસપાસનું વેધર-હવામાન, ટ્રાફિક અને સ્ટ્રીટ વ્યૂ જોઈ શકો છો. કંપની AI અને કૉમ્પ્યુટર વિઝનની મદદથી ડિજીટલ ઈમેજ બને છે, અને આ અંતર્ગત તમે વસ્તુઓને નજીકથી જોઇ શકો છો. ધારો કે તમે નૉઇડામાં અક્ષરધામ મંદિરની મુલાકાત લેવા માંગો છો, તો તમે ઇમર્સિવ વ્યૂ દ્વારા ટ્રાફિક, એન્ટ્રી-એક્ઝિટ ગેટ અને અન્ય વસ્તુઓ વિશે સરળતાથી માહિતી મેળવી શકો છો.
ઇમર્સિવ વ્યૂ સુવિધા
જીવંત દૃશ્ય સુવિધા
ત્રણ વર્ષ પહેલાં, Google એ એવી રીત રજૂ કરી હતી કે લોકો લાઇવ વ્યૂ સાથે ચાલતા સમયે પોતાને જોઈ શકે. આ સુવિધા એરો અને ડાયરેક્શનને વિશ્વની ટોચ પર ઓવરલે કરે છે અને હવે Google લાઇવ વ્યૂ સાથે શોધ નામની નવી સુવિધા શરૂ કરવા માટે એક ઇન-બિલ્ડ તકનીક પર કામ કરી રહ્યું છે. ધારો કે તમે અજાણ્યા શહેરમાં છો અને તમે ATMમાંથી પૈસા ઉપાડવા માંગો છો. આ કિસ્સામાં, વપરાશકર્તા લાઇવ વ્યૂ સાથે સર્ચ કરીને તે વિસ્તારમાં એટીએમ શોધી શકે છે. એટલું જ નહીં, પરંતુ તમે વિવિધ સ્થળોની મુલાકાત પણ લઈ શકશો - જેમાં કરિયાણાની દુકાન, કોફી શોપ અને ટ્રાન્ઝિટ સ્ટેશનનો સમાવેશ થાય છે.