Technology Process: વૉટ્સએપના ડેડિકેટેડ ફોટો અપલૉડ ક્વૉલિટી સેક્સનનો પ્રયોગ કરી, હવે કોઇપણ શાનદાર ક્વૉલિટીની તસવીરો મોકલી શકે છે. હવે તમે વૉટ્સએપ પર બેસ્ટ ક્વૉલિટીમાં તસવીરો મોકલી શકો છો. આ માટે વૉટ્સએપે બેસ્ટ ક્વૉલિટી ફિચરને યૂુઝર્સ માટે રિલીઝ કરી દીધુ છે. 


જાણો શું છે હાઇ ક્વૉલિટી તસવીરો સેન્ડ કરવાની પ્રૉસેસ - 
આ માટે તમારે આઇ બટન દ્વારા સેટિંગ્સ એપમાં જઇને સ્ટૉરેજ એન્ડ ડેટા ઓપ્શન પર ક્લિક કરવુ પડશે.હવે નીચેની બાજુએ સ્ક્રૉલ કરવા પર મીડિયા અપલૉડ ક્વૉલિટીનો ઓપ્શન મળે છે. આમાં ડેટા સેન્ડ કરવા માટે ત્રણ ક્વૉલિટી ઓપ્શન મળે છે. 


આમાં ત્રણ ક્વૉલિટી ઓપ્શન બેસ્ટ ક્વૉલિટી, ઓટો અને ડેટા સેવરમાંથી તમે પોતાની સુવિધા અનુસાર, કોઇપણ પસંદ કરી શકો છો. પરંતુ સારી ક્વૉલિટીમાં ડેટા સેન્ડ કરવા માટે તમારે બેસ્ટ ક્વૉલિટીનો ઓપ્શન પસંદ કરવો પડશે, આ ઓપ્શનની સાથે સેન્ડ કરવામાં આવેલી તસવીરોની ક્વૉલિટી સારી હોય છે. 


WhatsAppમાં આ રીતે મોકલી શકો છો કોઇપણ દોસ્તને ઓડિયો કે વીડિયો લિન્ક, જાણો આસાન પ્રૉસેસ


WhatsApp, વૉટ્સએપ પોતાના યૂઝર્સને બેસ્ટ એક્સપીરિયન્સ આપવા માટે ફિચર્સમાં સતત ફેરફારો કરતુ રહે છે, આ કડીમાં હવે વૉટ્સએપે વૉઇસ અને વીડિયો કૉલિંગ માટે કૉલ લિંક ફિચર અપડેટ આપ્યુ છે. વૉટ્સએપમાં હવે ગૃપ કૉલિંગ દરમિયાન 32 મેમ્બરને સામેલ કરવામાં આવી શકે છે. આની સાથે જ વૉટ્સએપ ગૃપ કૉલ કે મીટિંગ માટ આ લિન્કને શેર પણ કરી શકાય છે. 


નવા અપડેટ બાદથી વૉટ્સએપ યૂઝર્સને કૉલ વાળા ઓપ્શનમાં 'Create Call Links' નામનો ઓપ્શન દેખાઇ રહ્યો છે. અહીં યૂઝર્સને પુછવામાં આવે છે કે તમે વીડિયો કૉલ કરવા માંગો છો, કે વૉઇસ કૉલ... આનો અર્થ છે કે ક્રિએટ લિન્ક ફિચરથી તમે વૉઇસની સાથે વીડિયો કૉલ પણ કરી શકો છો. કૉલ ટાઇપ સિલેક્ટ કરતાં જ લિન્કનો URL ક્રિએટ થઇ જશે.


હવે તમારે આ યૂઆરએલને શેર કરવાનો ઓપ્શન દેખાશે. આમાં સેન્ડ લિન્ક વાયા વૉટ્સએપ, કૉપી લિન્ક અને શેર લિન્કનો ઓપ્શન સામેલ હશે. હવે તમે આ લિન્કને ત્રણેય ઓપ્શનમાંથી કોઇ એક ઓપ્શન પસંદ કરીલને દોસ્તો, પરિવાર કે મીટિંગ પર્સનની સાથે શેર કરી શકો છો. લોકો આ લિન્ક પર ક્લિક કરીને તમારા કૉલને આસાનીથી જૉઇન કરી શકશે.