SIM On Aadhar Card: લોકોની સાથે આધાર નંબર કે કોઇ અન્ય આઇડી કાર્ડથી ફ્રૉડ થવાના મામલે હંમેશા સામે આવતા રહે છે. ઇન્ટરનેટના આ યુગમાં તમારે બહુજ સતર્ક રહેવાની જરૂર છે. આજના સમયમાં તમારા બેન્ક એકાઉન્ટથી લઈને મોબાઈલ નંબર સુધી દરેક વસ્તુ માટે KYC માટે આધાર જરૂરી છે, આ કારણે શક્ય બની શકે છે કે કોઈ તમારા આઈડીનો દુરુપયોગ પણ કરી શકે છે, ઘણીવાર એવું પણ બને છે કે તમારા આઈડી પરના સિમનો ઉપયોગ કોઈ અન્ય કરે છે અને તમને તેની જાણ પણ નથી હોતી. જો તમને શંકા છે કે કોઈ અન્ય તમારા નામનું સિમ કાર્ડ યૂઝ કરી રહ્યુ છે, તો આ સ્ટૉરી તમારા માટે ખુબ કામની સાબિત થઇ શકે છે. અહીં અમે તમને બતાવી રહ્યાં છીએ કે તમારા આધારકાર્ડથી કોણ કેટલા સિમનો ઉપયોગ કરી રહ્યું છે...... 


ક્યાંથી મળશે જાણવા - 
દૂરસંચાર વિભાગના tafcop.dgtelecom.gov.in પૉર્ટલ પર દેશભરમાં ચાલુ તમામ મોબાઇલ નંબરનો ડેટાબેઝ અપલૉડ રહે છે. આ પોર્ટલ સ્પેમ અને છેતરપિંડી રોકવાના પ્રયાસમાં એક પહેલ છે. જોકે એક આઈડી પર વધુમાં વધુ નવ મોબાઇલ નંબર એક્ટિવ રહી શકે છે, પરંતુ જો તમને શંકા હોય કે કોઈ અન્ય વ્યક્તિ તમારા નામે મોબાઈલ નંબરનો ઉપયોગ કરી રહ્યું છે, આવા સંજોગોમાં તમે આ વેબસાઈટ દ્વારા આ અંગેની ફરિયાદ કરી શકો છો.


કઇ રીતે કરશો વેબસાઇટ પર ચેક - 


પોતાના મોબાઇલ ફોન કે લેપટૉપના બ્રાઉઝરમાં tafcop.dgtelecom.gov.in ને ઓપન કરો. 
હવે પોતાના 10 આંકડા વાળો મોબાઇલ નંબર નાંખો.
ત્યારબાદ તમારા નંબર પર એક ઓટીપી આવશે, જેને ભરીને વેલિડેટ પર ક્લિક કરી દો. 


અજાણ્યા નંબરનો કરી શકો છો રિપોર્ટ - 
OTP વેલિડેટ કર્યા બાદ તમારા નામ પર ચાલતા તમામ નંબરોનું લિસ્ટ આવી જશે, તમે શંકાસ્પદ નંબરને રિપોર્ટ પણ કરી શકો છો. tafcop.dgtelecom.gov.in સેવા હાલમાં માત્ર થોડાક જ સર્કલ પૂરતી ચાલુ છે, પરંતુ ટૂંક સમયમાં તે બાકીના સર્કલોમાં પણ શરૂ કરવામાં આવશે. 


 


સરકારે મતદાન કાર્ડ-આધાર લિંક કરવાની સમયમર્યાદા વધારી, જાણો લિંક કરવાની શું છે પ્રોસેસ


આ રીતે ઑનલાઇન કરો લિંક


સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ nvsp.in પર જાઓ.


લોગિન કર્યા પછી, હોમ પેજ પર સર્ચ ઇન ઈલેક્ટોરલ રોલ વિકલ્પ શોધો.


વ્યક્તિગત વિગતો અને આધાર નંબર દાખલ કરો.


રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર OTP આવશે.


તમે OTP દાખલ કરશો કે તરત જ તમારું આધાર કાર્ડ અને વોટર આઈડી કાર્ડ લિંક થઈ જશે.