લોકપ્રિય વ્હોટસએપ સતત તેમના યુઝર્સ માટે નવા નવા ફીચર લોન્ચ  કરતું રહે છે. ગત વર્ષે વ્હોટસએપે કેટલાક નવા ફીચર લોન્ચ કર્યા હતા. તેમાંથી એક  વ્હોટસએપ પેમેન્ટ વધુ ઉપયોગી ફીચર છે. આ ફીચર દ્વારા યુઝર્સ સરળતાથી પૈસાની લેવડ-દેવડ કરી શકે છે.


કઇ રીતે ફીચરનો કરશો ઉપયોગ?

  • સૌથી પહેલા વ્હોટસએપને  ઓપન કરો. તેમાં જમણી બાજુ ત્રણ બિંદુના ચિન્હ છે. તેના પર ટેપ કરો.

  • આ બિંદુ પર ટેપ કરતા જ પેમેન્ટનું ઓપ્શન મળશે.

  • જ્યારે આપ પેમેન્ટ પર ટેપ કરશો તો પેમેન્ટ મેથડનું ઓપ્શન મળશે.

  • પેમેન્ટ મેથડ પર ટેપ કરતા Accept  અને continue જોવા મળશે. જેના પર ટેપ કરવાનું રહેશે.

  • ત્યારબાદ આપે બેન્ક સિલેક્ટ કરીને મોબાઇન નંબર વેરીફાઇ કરવાનો રહેશે.

  • મોબાઇલ નંબર નાખ્યાં બાદ OTP આવશે. જેના એન્ટર કરીને આપ નંબર વેરીફાઇ કરી શકો છો.

  • આ પ્રોસેસ પૂર્ણ કર્યા બાદ આપને બેન્કની ડિટેઇલ ભરવાની રહેશે. ત્યારબાદ આપનું અકાઉન્ટ બની જશે.

  • આ રીતે વ્હોટસએપ પેમેન્ટ દ્વારા આપ પૈસાની લેવડ-દેવડ કરી શકો છો.


 

કેવી રીતે કરે છે કામ

વ્હોટસએપ પેમેન્ટ પણ અન્ય એપની જેમ યૂપીઆઇ દ્વારા યુઝર્સ માટે પૈસાની લેવડ દેવડને સરળ બનાવે છે. વ્હોટસએપ પેમેન્ટનું કોઇ વોલેટ નથી પરંતુ તેના દ્વારા સીધી બેન્ક સાથે લેવડ-દેવડ કરી શકો છો. વ્હોટસએપ પેમેન્ટને શરૂ કરવા માટે બેન્ક અકાઉન્ટ સાથે એપને કનેક્ટ કરવાની રહેશે. વ્હોટસએપ પેમેન્ટનો ઉપયોગ કરવો ખૂબ જ સરળ છે. એકવાર તેને શરૂ કર્યાં બાદ આપ અટેચમેન્ટમાં જઇને પેમેન્ટ વિકલ્પ પર ક્લિક કરીને અન્ય યુઝરને પૈસા મોકલી શકો છો.