Tech Update: સ્માર્ટફોન મેકર કંપનીઓ આજકાલ માર્કેટમાં પોતાના બેસ્ટ કેમેરા સેટઅપ વાળા સ્માર્ટફોન લૉન્ચ કરી રહી છે, યૂઝર્સ પણ આવા કેમેરા ફોનને વધુ પ્રાધાન્ય આપી રહ્યા છે, પરંતુ ઘણીવાર એવુ બને છે કે યૂઝર્સને શાનદાર ક્લિકનો શોખ હોય છે, અને ફોટા સારા નથી હોતા, આવામાં યૂઝર્સ મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જો તમે પણ આવી સમસ્યાથી પીડાઇ રહ્યાં છો, તો અહીં અમે તમને એટ્રેક્ટિવ ફોટોગ્રાફી માટે બેસ્ટ એપ્સ સજેસ કરી રહ્યાં છીએ. જો તમને ફોનનો નૉર્મલ કેમેરો પસંદ નથી, તો તમે અહીં બતાવેલી બેસ્ટ પાંચ એપ્સની મદદ લઇને તમારી તસવીરોને એટ્રેક્ટિવ બનાવી શકો છે, અહીં બતાવેલી એપ્સ ફેસ ફિલ્ટર માટે બેસ્ટ છે, જાણો આ પાંચેય એપ્સ વિશે.....


બેસ્ટ પાંચ કેમેરા ફિલ્ટર એપ્સ - 


BeautyPlus Cam : - 
બ્યૂટીપ્લસ કેમ આઇઓએસ અને એન્ડ્રોઇડ બન્ને યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. આ એપ તમને બિલ્ટ-ઇન કેમેરાથી તરત જ સેલ્ફી લેવા અને પોતાની તસવીરોને ટચ અપ કરવાની સુવિધા આપે છે, આ એપ દ્વારા તમે તમારી સ્કિનને સ્મૂથ કરી શકો છો. દાંતોને સફેદ કરી શકો છો, અને એટલે સુધી કે તમે તમારી આંખોનાં રંગને પણ બદલી શકો છો.


B612: - 
આ એપ ખુદ જ "ઓલ ઇન વન કેમેરા અને ફોટો- વીડિયો એડિટિંગ એપ તરીકે એડવર્ટાઇઝિંગ કરે છે, આ પણ એક બિલ્ટ ઇન કેમેરા છે, જે રિયલ ટાઇમ ફિલ્ટર તમારી તસવીરો પર લગાવે છે. આના રીયલ ફિલ્ટરના કારણે તમને બાદમાં પોતાની તસવીરોને એડિટ નથી કરવી પડતી. આ એપને સૌથી મોટી હાઇલાઇટ્સમાંથી એક સ્માર્ટ બ્યૂટી ફિચર છે. આ તમારી સેલ્ફીમાં સુધારો રિકમન્ડ કરે છે.


Snow: - 
સ્નો પણ એક ફોટો એડિટિંગ એપ છે, એપ યૂઝર્સને કસ્ટમ બ્યૂટી ઇફેક્ટ બનાવવા અને સેવ કરવાની સુવિધા આપી છે, એપ વિશે સૌથી સારી વાત આના સ્ટિકર્સ અને ઇફેક્ટ છે, જેને તમે મેજદાર લૂક માટે પોતાની સેલ્ફી પર એપ્લાય કરી શકો છો.


DeepSelfie : - 
ડીપસેલ્ફી કેટલીય ઇફેક્ટ આપે છે, જેનાથી સેલ્ફીને એટ્રેક્ટિવ બનાવી શકાય છે. આ એપના ફિચરમાં 3ડી ફેસ ફિલ્ટર, ફેસ સ્વેપ, મેકઅપ ટૂલ્સ અને ફોટો એડિટર ફિલ્ટર સામેલ છે. આ ઉપરાંત એપ ટૉપી, ચશ્મા, દાઢી, કપડાં, જુતા અને ઘડીયાળ સહિત કેટલીય વર્ય્યૂઅલ સામાન આપે છે.


YouCam Perfect: - 
આ એપ એન્ડ્રોઇડ અને આઇઓએસ બન્ને પર કામ કરે છે, આ એપ વન ટેપ સેલ્ફી બ્યૂટિફિકેશન ફિચર રિલીઝ કરે છે, જે ત્વચાને સ્મૂથ બનાવે છે. એપનુ સૌથી ખાસ ફિચર એ છે કે, આમાં મેજિક બ્રશ આપવામા આવ્યો છે. આ મેજિક બ્રેશથી તમે જ્યાં પણ ટચ કરશો ત્યાં બ્યૂટી વધી જાય છે. આ ઉપરાંત તમે આ એપથી સેલ્ફીમાં ફ્રેમ જોડીને પોતાની તસવીરને વધુ મજેદાર બનાવી શકો છો.