WhatsApp Call Record Tips Trick: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર વૉઇસ કૉલ અને વીડિયોથી દુર બેસેલા લોકોને સાથે આરામથી વાત કરી શકાય છે. હંમેશા જો આપણે ફોનમાં કૉલ કરીએ તો તેને આરામથી રેકોર્ડ કરી લઇએ છીએ. પરંતુ વૉટ્સએપ પર કૉલને રેકોર્ડ નથી કરી શકાતો કેમકે કંપની આના માટે કોઇ ખાસ ફિચર નથી આપતી. જો તમે વૉટ્સએપ કૉલને રેકોર્ડ કરવા માંગતા હોય તો થર્ડ પાર્ટી એપની મદદ લઇ શકો છો. અહીં અમે તમને આ માટે ખાસ ટ્રિક્સ બતાવી રહ્યાં છીએ.
યૂઝર પાસેથી લો પરમિશન-
ધ્યાન રહે કે વૉટ્સએપ કૉલ રેકોર્ડ કરતા પહેલા કૉલ કરી રહેલા યૂઝરની પરમિશન લેવી યોગ્ય છે. યૂઝરની પરમિશન લીધા બાદ જ વૉટ્સએપ પર કૉલ રેકોર્ડ કરો. વિના પરમિશને યૂઝરના કૉલને રેકોર્ડ ના કરો.
WhatsApp પર આ રીતે કરો Call record-
WhatsApp પર કૉલ રેકોર્ડ કરવા માટે સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટૉર પરથી Call Recorder- Cube ACR એપ ડાઉનલૉડ કરો.
હવે ડાઉનલૉડ થયા બાદ આને ઇન્સ્ટૉલ કરો, અને માંગવામાં આવેલી પરમિશનને Allow કરો.
આટલુ કર્યા બાદ WhatsApp પર જઇને તે ચેટ પર જાઓ જેના પર તમારે કૉલ રેકોર્ડ કરવો છે.
જો આમાં કોઇ એરરર આવે છે, તો રેકોર્ડર સેટિંગ ઓપન કરો અને વૉઇસ કૉલ તરીકે Force VoIP કૉલને સિલેક્ટ કરો.
હવે ફરીથી કૉલ કરો અને વૉટ્સએપ કૉલ રેકોર્ડ કરવા માટે ફરીથી આ જ પ્રૉસેસ રિપીટ કરો.
નોટઃ- WhatsApp પોતાની એપમાં આવુ કોઇ ફિચર નથી આપતુ, આ થર્ડ પાર્ટી એપ તમે તમારા રિસ્ક પર જ ડાઉનલૉડ કરો.