નવી દિલ્હીઃ ધીમે ધીમે સોશ્યલ મીડિયા અને સાયબર ક્રાઇમને રોકવા માટે ગૂગલ કમર કસી રહી છે, હવે આ કડીમાં કંપની એક મોટો નિર્ણય લીધો છે, કંપની હવે કૉલ રેકોર્ડિંગ પર કડકાઇ કરવાની શરૂઆત કરશે, કૉલ રેકોર્ડિંગ એપ્સને હવે એન્ડ્રોઇડ ફોનમાં એક્સેસ નહીં આપવામાં આવે. આનો સીધો અર્થ છે કે હવે ફોનમાં કોઇપણ જાતનુ રેકોર્ડિંગ નહીં થઇ શકે. 


ગૂગલની આ પૉલીસી માટે સૌથી પહેલા ટ્રૂકૉલરે ફોલો કરવાની માહિતી આપી છે. ગૂગલની આ પોલિસીને ફોલો કરતા હવે TRUECALLERએ પણ આ કન્ફર્મ કર્યું છે કે હવે TRUECALLERથી પણ રેકોર્ડિંગ થઇ શકશે નહીં. TRUECALLERનાં ટોપ ફિચર્સમાંથી એક છે રેકોર્ડિંગ. ભારતમાં પણ લોકો TRUECALLERનાં માધ્યમથી કોલ રેકોર્ડ કરે છે. હવે નવી પોલિસીનાં આવવાથી અહી પણ અસર પડશે. TRUECALLER અનુસાર, હવે દુનિયાભરમાં કંપની કોલ રેકોર્ડિંગનો ઓપ્શન બંધ કરી દેશે. 


TRUECALLERએ એક સ્ટેટમેન્ટમાં કહ્યું હતું કે યૂઝર્સના રિસ્પોન્સ બાદ તેમણે એંડરોઈડ સ્માર્ટફોન્સ માટે કોલ રેકોર્ડિંગ ફીચર લોન્ચ કર્યું હતું, પરંતુ હવે ગૂગલની અપડેટેડ પોલિસી બાદથી ગૂગલ કોલ રેકોર્ડિંગની પરમિશન રેસ્ટ્રીકટ કરી દેશે અને તેલા માટે TRUECALLERથી પણ કોલ રેકોર્ડિંગ નહીં થઈ શકે. ખાસ વાત છે કે, સ્માર્ટફોન્સમાં નેટીવ કોલ રેકોર્ડર ફીચર આપવામાં આવે છે, તે 1 મે બાદ કોલ રેકોર્ડિંગ ચાલુ રાખી  શકે છે. પરંતુ જે સ્માર્ટફોન્સમાં કોલ રેકોર્ડિંગ માટે અલગથી એપ ડાઉનલોડ કરવામાં આવે છે, તે રેકોર્ડ નહીં થઇ શકે. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક