Russia Ukraine War: રશિયા અને યૂક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 59 દિવસો થઇ ચૂક્યા છે, પરંતુ હજુ પણ બંધ થવાનુ નામ નથી લઇ રહ્યું, એકબાજુ પુતિનની સેના ઉપરાછાપરી બૉમ્બમારો કરીને યૂક્રેનના શહેરોનો તબાહ કરી રહી છે, તો બીજીબાજુ ઝેલેન્સ્કી શાંતિ માટે પ્રયાસો કરી રહ્યાં છે યૂક્રેનમાં થઇ રહેલી ભયંકર બૉમ્બમારને લઇને હવે યુએને એક મોટુ નિવેદન આપ્યુ છે. 


યુએનના પ્રવક્તા એરી કોનેકોએ કહ્યું કે, માર્ચ મહિનો ખતમ થવા સુધી યૂક્રેનના હોરેનકા શહેર લગભગ 77 ટકા, ઇરપિન 71 ટકા અને હૉસ્ટોમેલ 58 ટકા તબાહ થઇ ચૂક્યુ છે. આમ છતાં રશિયન સેના હુમલો કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, 22 એપ્રિલ (શુક્રવાર)એ રશિયાએ ખારકીવમાં એક પછી એક 56 હુમલા કર્યા છે. રશિયન સેનાએ 24 કલાકમાં 56 હુમલા કરીને અનેક શહેરો તબાહ કરી દીધા છે, રશિયાએ એક જ દિવસમાં ખારકીવમાં તાબડતોડ સ્ટ્રાઇક કરી છે.  


ખારકીવના ક્ષેત્રીય સૈન્ય પ્રશાસન અનુસાર, રશિયાન હુમલામાં 2 લોકોના મોત થઇ ગયા છે. જ્યારે 19 લોકો ઘાયલ થઇ ગયા છે. વળી, યૂક્રેન તરફથી દાવો કરવામાં આવ્યો છે કે 22 એપ્રિલે ડોનબાસમાં યૂક્રેની સેનાએ લગભગ 50 રશિયન ઉપકરણોને તબાહ કરી દીધા છે. આમાં 9 ટેન્ક, 3 આર્ટિલરી સિસ્ટમ, 18 યૂનિટ બખ્તરબંદ ગાડીઓ, એક બખ્તરબંદ લડાકૂ વાહન, 13 યૂનિટ વ્હીકલ અને એક ટેન્કર વગેરે સામેલ છે. આની સાથે જ યૂક્રેને કહ્યું કે, યૂક્રેની સુરક્ષાદલોએ ડોનબાસમાં 8 રશિયન વાહનો સસ્પેન્ડ કરી દીધા છે. 


આ પણ વાંચો........... 


તાલિબાનો એક્શનમાં, અફઘાનિસ્તાનમાં ચીની એપ TikTok અને PUBG પર પ્રતિબંધ લગાવ્યો, આપ્યુ વિચિત્ર કારણ


ફિમેલ હેલ્થ વર્કરની 3137 જગ્યાઓ માટે રાજ્ય સરકારે ભરતી જાહેર કરી, જાણો વધુ વિગતો


90ના દાયકામાં ધમાલ મચાનારી આ પાંચ એક્ટ્રેસ આજે પણ છે એકદમ ફિટ, ઉંમર વધી પણ સુંદરતા નથી ઘટી, જાણો


આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર-કચ્છમાં હીટવેવની આગાહી, 44 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન


ખોડલધામના નરેશ પટેલની દિલ્હીમાં કૉંગ્રેસ હાઈકમાન્ડ સાથે બેઠક