આ રીતે કરો ફીચરનો ઉપોયગ
તેના માટે સૌથી પહેલા તમારે તમારી ટ્વીટર એપને અપડેટ કરવી પડશે. ત્યાર બાદ ડાયરેક્ટ મેસેજિંગવાળા બોક્સમાં જાવ અને વોઈસ રેકોર્ડિંગવાળા બટન પર ક્લિક કરો. ત્યાર બાદ મેસેજ રેકોર્ડ કરો અને મેસેજ મોકલવા માટે તૈયાર છે. તમે ઇચ્છો તો મેસેજ મોકલવાથી તેને સાંભળી પણ શકો છો. આ વોઈસને તમે મોબાઈલ એપ અને ડેસ્કટોપ બન્ને પર સાંભળી શકો છો.
ટ્વીટરે કહી આ વાત
ટ્વીટરે પોતાના નિવેદનમાં કહ્યું કે, ભારત અમારા માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ બજાર છે, માટે અમે ભારતમાં ફીચર્સને સતત અપડેટ કરી રહ્યા છીએ. વોઈસ મેસેજ દેશના કરોડો યૂઝર્સને એક નવું અનુભવ આવશે. નોંધનીય છે કે, ટ્વીટરે પ્રથમ વખત ઓડિયો મેસેજિંગની શરૂઆત વિતેલા વર્ષે જૂનમાં કરી હતી. આ દરમિયાન વોઈસ ટ્વીટનું ફીચર લોન્ચ કરવામાં આવ્યું હતું અને ત્યાર બાદ હવે વોઈસ મેસેજિંગનું ફીચર લાઈવ થયું છે.