Twitter Rival: ટ્વીટરનું ટેકઓવર જ્યારથી એલન મસ્કે કર્યુ છે, ત્યારથી સતત તે ચર્ચામાં રહ્યું છે. ક્યારેય ઓફિસના કર્મચારીઓને કાઢવાની વાત હોય, તો ક્યારેય પ્લેટફોર્મ ડાઉન થવાની વાત હોય. ટેકઓવર બદાથી એલન મસ્ક કંપનીના 75% ટકા કર્મચારીઓને કાઢી ચૂક્યા છે. આટલુ બધુ થવા છતાં લોકો પાસે કોઇ ઇન્સ્ટેન્ટ ટેક્સ્ટને શેર કરવા માટે એકમાત્ર પ્લેટફોર્મ ટ્વીટર જ છે, પરંતુ હવે આ બધાની વચ્ચે સમાચાર છે કે, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની પેટન્ટ કંપની મેટા ટ્વીટરને ટક્કર આપવા માટે એક નવી એપ પર કામ કરી રહી છે, જે ડિસેન્ટ્રલાઇઝ્ડ હશે. આનુ કૉડ નેમ P92 રાખવામાં આવ્યુ છે. જાણકારી અનુસાર, કંપની આ એપનું બ્રાન્ડિંગ ઇન્સ્ટાગ્રામના અંડર કરશે, અને લોકો ઇન્સ્ટાગ્રામ આઇડી અને પાસવર્ડની મદદથી આ એપને પણ લૉગીન કરી શકશે. 


હાલમાં આ એપ પર કામ ચાલુ છે. કહેવાઇ રહ્યુ છે કે ટ્વીટરની જેમ જ લોકો આ એપ પર પણ ટેક્સ્ટ, વીડિયો, લોકોને ફોલો વગેરે વસ્તુઓ કરી શકશે. એપ સાથે જોડાયેલી બાકી જાણકારી આગામી સમયમાં કંપની દ્વારા જાહેર કરવામાં આવી શકે છે. જો મેટા નવી એપ લઇને આવે છે તો ટ્વીટરને તગડી કમ્પીટિશન મળશે, કેમ કે સતત ટ્વીટરમાં કેટલીય ટેકનિકલ ખામીઓ આવી રહી છે, અને લોકો આનો ઓપ્શન ઇચ્છે છે. 


ટ્વીટરના સીઇઓ પણ લાવી ચૂક્યા છે નવી એપ  -
ટ્વીટરના ફાઉન્ડર અને પૂર્વ સીઇઓ જેક ડૉર્સી પણ એક નવી એપ લઇને આવ્યા છે, જેને બ્લૂ સ્કાય નામ આપવામાં આવ્યુ છે, આ એપ પણ હૂબહુ ટ્વીટરની જેમ જ દેખાય છે, અને હાલમાં એપલ એપ સ્ટૉર પર અવેલેબલ છે. ટ્વીટર જ્યાં યૂઝર્સને 'Whats is happening' નો મેસેજ બતાવે છે,તો જેક ડૉર્સીની આ નવી એપ 'What's up' પર ફૉકસ કરેછે. હાલમાં આ એપ કેટલાક લોકોને ટેસ્ટિંગ માટે ઓફર કરવામાં આવી રહી છે.


ઉલ્લેખનીય છે કે, એલન મસ્કે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં 44 અબજ ડૉલરમાં ટ્વીટરને ખરીદી લીધુ હતુ. ટ્વીટરને ખરીદ્યા બાદ એલન મસ્કે સીઇઓ, સીએફઓ અને પૉલીસી હેડ સહિત કેટલાય કર્મચારીઓને કંપનીમાં કાઢી મુક્યા હતા. ટ્વીટર અને એલન મસ્ક ત્યારબાદ સતત ચર્ચામાં રહ્યાં છે.