નવી દિલ્હીઃ આજકાલ શોર્ટ વીડિયો ફિચરનો ખુબ મોટો ફેનવર્ગ બની રહ્યો છે. ટિકટૉકના રસ્તે ફેસબુક અને યુટ્યૂબે પણ પોતાની શોર્ટ વીડિયો સર્વિસ શરૂ કરીને પોતાના યૂઝર્સને આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. હવે આ લિસ્ટમાં ટ્વીટર પર બહુ જલ્દી જોડાઇ જશે. કેમ કે ટ્વીટર હવે ટુંક સમયમાં ટિકટૉક જેવા ફિચરની શરૂઆત કરવા જઇ રહ્યુ છે. 


માઇક્રો-બ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વીટર એ ‘કોટ ટ્વિટ વીથ રિએક્શન’ નામના નવા ટૂલનું પરીક્ષણ કરવાનું શરૂ કર્યું છે, જ્યાં યુઝર્સ માત્ર ટેક્સ્ટ સાથે જવાબ આપવાને બદલે ફોટો અથવા વીડિયોમાં એક ટ્વિટ કોપીને એમ્બેડ કરી શકે છે. આ ફિચરને હાલમાં કેટલાક iOS યુઝર્સ સાથે ટેસ્ટ કરવામાં આવી રહ્યું છે.


કંપનીએ કર્યો ખુલાસો- 
કંપનીએ ગુરૂવારનાં રોજ એક ટ્વિટમાં કહ્યું, IOS પર ટેસ્ટિંગ : જ્યારે તમે તમારા ટ્વિટને રિટ્વિટ કરો છો તો તમારા ખુદનું ટ્વિટ બનાવવા અને કસ્ટમાઇઝ કરવા માટે પ્રતિક્રિયા સાથે ટ્વિટ એમ્બેડ પસંદ કરો, ટ્વિટ સાથે રિએક્શન વીડિયો (અથવા ફોટો) લો. આ ફીચર ટિકટોકનાં વીડિયો રિપ્લાયની જેમ છે, જેને ઇન્સ્ટાગ્રામે તાજેતરમાં જ પોતાનાં રીલ્સ ફીચર માટે કોપી કર્યું છે.


 


આ પણ વાંચો...........


Sovereign Gold Bond: આજથી સસ્તું સોનું ખરીદવાની સુવર્ણ તક, અહીં સંપૂર્ણ માહિતી મેળવો અને ફાયદો ઉઠાવો


NEET Counselling: મેડિકલ વિદ્યાર્થીઓ માટે સારા સમાચાર, NEET PG કાઉન્સેલિંગ આ દિવસથી થશે શરૂ


Indian Railways RRB: જો તમે રેલ્વેની સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છો, તો આ પુસ્તકોથી મળશે સફળતા


Sanjay Dutt Cancer: સંજય દત્તે જણાવ્યું કેવી રહી કેન્સર સામેની તેની લડાઈ ?


બ્રાઝિલમાં બોટિંગ કરતા લોકો પર અચાનક ધસી પડ્યો ખડક, સાતના મોત, જુઓ કાળજુ કંપાવનારો વીડિયો


કામની વાતઃ આધાર કાર્ડને આ રીતે તમે જોઇ શકો છો ઓનલાઇન, જાણી લો ડાઉનલૉડ કરવાની રીત.........


LPG Cylinder Subsidy Update : મોંઘવારીથી મળશે રાહત, 587 રૂપિયામાં મળશે, એલપીજી સિલેન્ડર, જાણો કેવી રીતે