WhatsApp, Report an offensive Content: ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વૉટ્સએપ (Whatsapp) એ યૂઝર્સને પોતાની પ્રાઇવસી પર વધુ કન્ટ્રૉલ કરવા માટે સ્નેપચેટ જેવું વ્યૂ વન્સ ફિચર લૉન્ચ કર્યુ છે. આને ખોલ્યા બાદ તસવીરો અને વીડિયો ચેટમાંથી ગાયબ થઇ જાય છે. એકવાર તસવીરો કે વીડિયો જોયા બાદ મોકલનારાને "ખોલવામાં આવેલા" મળે છે.
ઘણીવાર એવુ થઇ શકે છે કે, તમારે કોઇ વ્યૂમાં તસવીરો કે વીડિયોના અંતર્ગત કેટલાક આપત્તિજનક મેસેજ મળી જાય છે. તેને મોકલનારો તમને વૉટ્સએપ કૉન્ટેક્ટ્સ કે કોઇ અજાણ્યા યૂઝર હોઇ શકે છે. આ આપત્તિજનક મેસેજ તમારા માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્ય પર ભારે પડી શકે છે. આ રીતની સ્થિતિ સાથે નિપટવામા તમારી મદદ કરવા માટે, વૉટ્સએપ તમને કેટલાક સરળ સ્ટેપ્સની સાથે કન્ટેન્ટને રિપોર્ટ કરવાની રીત બતાવી રહ્યું છે.
તમારા Android ડિવાઇસ પર ફોટો કે વીડિયોને રિપોર્ટ કરો -
તે વૉટ્સએપ ચેટ પર જાઓ, જેનાથી તમને 'એકવાર જુઓ' કન્ટેન્ટ પ્રાપ્ત થયુ છે.
'એકવાર જુઓ' કન્ટેન્ટ ખોલો.
સ્ક્રીનની ઉપર જમણી બાજુના ખુણા પર ઉપલબ્ધ ત્રણ ડૉટ મેનૂ ઓપ્શન પર ટેપ કરો.
સંપર્કનો રિપોર્ટ કરો કે અજાણ્યા યૂઝર્સને રિપોર્ટ કરો ઓપ્શન સિલેક્ટ કરો.
iPhone પર ફોટો કે વીડિયોની રિપોર્ટ કરો -
વૉટ્સએપ ચેટ પર જાઓ, જેને તમને 'વ્યૂ વન્સ' કન્ટેન્ટ મોકલી છે.
'એકવાર જુઓ' ફોટો કે વીડિયો ખોલો.
સ્ક્રીનની નીચે ખુણામાં ઉપલબ્ધ ત્રણ ડૉટ મેનૂ બટન પર ટેપ કરો.
સંપર્ક કે અજાણ્યા યૂઝર્સની રિપોર્ટ કરો ઓપ્શન પર ટેપ કરો.
યૂઝર્સની રિપોર્ટ કરવામાં આવ્યા બાદ, વૉટ્સએપ કન્ટેન્ટને પ્રાપ્ત કરશે અને કાં તો યૂઝર્સની વિરુદ્ધ ઉચિત કાર્યવાહી કરશે, કે રિપોર્ટ કરવામાં આવેલા યુઝરના વૉટ્સએપ એકાઉન્ટને સસ્પેન્ડ કરી દેશે. અહીં તમને સલાહ આપવામાં આવે છે કે તમે તે લોકોની સાથે 'વ્યૂ વન્સ' મીડિયાની સાથે ફોટો કે વીડિયો શેર કરો, જેના પર તમે વિશ્વાસ કરી શકો છો. કેમ કે શેર કન્ટેન્ટમાં પર્સનલ જાણકારી હોઇ શકે છે. યૂઝરની ગોપનીયતા વધારવા માટે વૉટ્સએપ રિસીવર્સને મોકલવામાં આવેલી કન્ટેન્ટ કે સ્ક્રીનશૉટ કે સ્ક્રીન રેકોર્ડિંગ લેવાથી રોકવા માટે તમે 'વ્યૂ વન્સ' ફિચરને અપડેટ કર્યુ છે.