હાલના  દિવસોમાં સ્પામ કોલ્સ અને એસએમએસ ખૂબ વધી રહ્યા છે. સ્પામ કોલ અને એસએમએસના કારણે લોકો ફ્રોડનો શિકાર બની રહ્યા છે. આવી સ્થિતિમાં સ્પામ કોલ્સ અને એસએમએસને રોકવા માટે ભારતી એરટેલે તેના ગ્રાહકો માટે એક નવી સર્વિસ શરૂ કરી છે. વાસ્તવમાં એરટેલે ભારતનું પ્રથમ નેટવર્ક બેઝ્ડ  AI- પાવર્ડ સ્પૈમ ડિટેક્ટશન સોલ્યૂશન લોન્ચ કર્યું છે. આ સર્વિસ યુઝર્સને સ્પામ કોલ્સ અને એસએમએસથી બચાવી શકે છે. કંપનીએ કહ્યું હતુ કે આ સોલ્યુશન યુઝર્સને સ્પામ કોલ્સ અને SMS વિશે રિયલ ટાઈમ માહિતી આપશે. આ માટે કોઇ એપ ડાઉનલોડ કરવાની રહેશે નહી અને સર્વિસ રિક્વેસ્ટ પણ મોકલવાની રહેશે નહી.


એઆઇની મદદથી વધતા ખતરાનું સમાધાન


સ્પામ કોલ અને મેસેજ ભારતમાં લાંબા સમયથી એક સમસ્યા રહી છે જેનાથી દરરોજ લાખો મોબાઇલ યુઝર્સ પ્રભાવિત થઇ રહ્યા છે. તાજેતરમાં જ ઇન્ડસ્ટ્રીઝના આંકડા અનુસાર, ભારત સ્પામ કોલ અને મેસેજથી પ્રભાવિત દુનિયામાં ટોચના દેશોમાં સામેલ એક દેશ છે. જેનાથી અનેક અસુવિધા અને પ્રાઇવેસી સંબંધિત ચિંતાઓ પેદા થાય છે.


આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગનો લાભ ઉઠાવીને એરટેલના નવા સમાધાન સાથે આ પડકારને ઉકેલવાનું લક્ષ્ય રાખે છે. જે પોતાના ગ્રાહકો માટે બેજોડ સુરક્ષા પ્રદાન કરે છે


ભારતીય એરટેલના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ ગોપાલ વિટ્ટલે કહ્યું હતુ કે સ્પામ કોલ્સ મોબાઇલ યુઝર્સ માટે ચિંતાનો વિષય બન્યો છે. જે તેમની દૈનિક લાઇફ અને ડિઝિટલ સંચારમાં તેમના વિશ્વાસને પ્રભાવિત કરી રહ્યું છે. આજે અમે ભારતના પ્રથમ એઆઇ-સંચાલિક સ્પામ મુક્ત નેટવર્કને લોન્ચ કરવાની સાથે એક સીમાચિહ્નરૂપ સાબિત થઇ રહ્યા છીએ. જે અમારા ગ્રાહકોને સતત બિનજરૂરી કોલ્સ અને સતત હેકર્સના હુમલાઓથી બચાવશે.


ઇનોવેટિવ ડ્યુઅલ-લેયર પ્રોટેક્શનઃ અ ટેક્નોલોજીકલ ફર્સ્ટ


એરટેલનું સમાધાન એક યુનિક ડ્યુઅલ લેયર પ્રોટેક્શનની રૂપરેખા પર બનાવવામાં આવ્યું છે જે આધુનિક આઇટી સિસ્ટમની સાથે નેટવર્ક સ્તરીય સુરક્ષાને એકીકૃત કરે છે. દરેક કોલ્સ અને એસએમએસ આ ડ્યુઅલ લેયર AI શિલ્ડમાંથી પસાર થાય છે. જેથી સિસ્ટમ દરરોજ 1.5 બિલિયન મેસેજ અને 2.5 બિલિયન કૉલ્સ માત્ર 2 મિલિસેકન્ડ્સમાં પ્રક્રિયા કરે છે, જે વાસ્તવિક સમયમાં 1 ટ્રિલિયન રેકોર્ડ્સને હેન્ડલ કરવા સમકક્ષ છે. આ ક્ષમતા AI-સંચાલિત સિસ્ટમની અપાર પ્રોસેસિંગ શક્તિ અને ઝડપને દર્શાવે છે, જે તેને વૈશ્વિક સ્તરે ઉપલબ્ધ સૌથી અત્યાધુનિક સ્પામ ડિટેક્શન ટૂલ્સમાંથી એક બનાવે છે.


છેલ્લા એક વર્ષમાં એરટેલના ડેટા વૈજ્ઞાનિકોની ઇન-હાઉસ ટીમે આ ટેકનોલોજી વિકસાવી છે. જે કૉલની ફિકવન્સી, ડ્યુરેશન અને સેન્ડરના બિહેવિયરનું વિશ્લેષણ કરીને કોમ્યુનિકેશનને "શંકાસ્પદ સ્પામ" તરીકે ઓળખે છે અને વર્ગીકૃત કરે છે. સોલ્યુશનની અસરકારકતા પહેલાથી જ સ્પષ્ટ છે, જેણે દરરોજ 100 મિલિયન સંભવિત સ્પામ કૉલ્સ અને 3 મિલિયન સ્પામ એસએમએસ ઓળખ્યા છે, જે પ્રોએક્ટિવ સ્પામ મેનેજમેન્ટમાં એક નવું સ્ટાન્ડર્ડ સેટ કરે છે.


પ્રોએક્ટિવ એલર્ટ અને નુકસાનકારક લિંક્સ સામે રક્ષણ


સ્પામ કોલ્સ અને એસએમએસને ઓળખવા ઉપરાંત એરટેલ ની AI સિસ્ટમ ખરાબ સામગ્રી સામે વધારાનું રક્ષણ પૂરું પાડે છે. બ્લેકલિસ્ટ કરવામાં આવેલા URLના કેન્દ્રીકૃત ડેટાબેઝ સામે વાસ્તવિક સમયમાં SMS સ્કેન કરીને, યુઝર્સને સુરક્ષા જોખમો પેદા કરી શકે તેવી શંકાસ્પદ લિંક્સ વિશે ચેતવણી આપે છે. સુરક્ષાનું આ લેયર ફિશિંગ હુમલાઓ અને અન્ય ડિજિટલ ખતરાઓને રોકવામાં મદદ કરે છે જેના પર કોઇનું ધ્યાન જતું નથી.


તે સિવાય આ ટૂલ અસામાન્ય પેટનર્નની પણ શોધ કરી શકે છે જેમ કે IMEI નંબરોમાં વારંવાર થતા ફેરફારો, જે ઘણીવાર છેતરપિંડી કરવા માટે વાપરવામાં આવે છે. આ માત્ર ગ્રાહકોને જ નહીં પરંતુ સમગ્ર નેટવર્ક સુરક્ષામાં પણ વધારો કરે છે, જે એરટેલને ડિજિટલ છેતરપિંડી સામેની લડાઈમાં અગ્રણી તરીકે સ્થાન આપે છે.


ગ્રાહકની સુરક્ષામાં નવા ધોરણો સેટ કરી રહ્યા છીએ


એરટેલ નો અગ્રણી અભિગમ સતત નવીનતાના માધ્યમથી ગ્રાહકોના અનુભવને વધારવાની તેની પ્રતિબદ્ધતાને રેખાંકિત કરે છે. AI-સંચાલિત, નેટવર્ક-આધારિત સ્પામ ડિટેક્શન સોલ્યુશનનો ઉપયોગ કરનાર ભારતમાં પ્રથમ ટેલિકોમ ઓપરેટર તરીકે એરટેલ ઝડપથી વિકસતા ડિજિટલ લેન્ડસ્કેપમાં યુઝર્સની સલામતી અને સુવિધાને પ્રાથમિકતા આપતા ઉદ્યોગ માટે એક નવો બેન્ચમાર્ક સેટ કરી રહ્યું છે.


આ લોન્ચ સાથે એરટેલે તેના ગ્રાહકો માટે સ્પામ-મુક્ત, સુરક્ષિત અને વિશ્વસનીય નેટવર્ક બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરીને ટેક્નોલોજી આધારિત માર્કેટ લીડર તરીકેની તેની સ્થિતિની પુષ્ટી કરે છે.


Disclaimer: ABP Network Pvt. Ltd. and/or ABP Live does not in any manner whatsoever endorse/subscribe to the contents of this article and/or views expressed herein. Reader discretion is advised.