નવી દિલ્હીઃ સ્માર્ટફોન કંપની Vivoએ પોતાના નવા સ્માર્ટફોન Vivo V21e 5Gને થોડાક દિવસો પહેલા જ ભારતમાં લૉન્ચ કરી દીધો છે. વળી, હવે કંપનીએ આ ફોનનો પ્રૉ વેરિએન્ટને પણ માર્કેટમાં ઉતારવાની તૈયારી કરી દીધી છે. માનવામાં આવી રહ્યું છે કે આ ફોન આગામી મહિને ભારતમાં લૉન્ કરવામાં આવી શકે છે. જોકે હજુ સુધી આ ફોનની સ્પેશિફિકેશન્સ સામે નથી આવી, પરંતુ એ જાણવા મળ્યુ છે કે ફોન જલ્દી ભારતમાં એન્ટ્રી કરી શકે છે.  


જલ્દી સામે આવી શકે છે ટીઝર- 
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, Vivo V21 Pro સ્માર્ટફોન જો જુલાઇમાં લૉન્ચ થવાનો છે તો તેનુ ટીજર સામે આવી શકે છે. આ બાદ ફોનની સ્પેશિફિકેશન્સ અને લૉન્ચ ડેટનો ખુલાસો થશે. સાથે જ જલ્દી જ આનો પ્રૉમો પણ યૂઝર્સની સાથે શેર કરવામાં આવી શકે છે. 


Vivo V21e 5Gની સ્પેશિફિકેશન્સ- 
Vivo V21e 5G સ્માર્ટફોનમાં 6.4 ઇંચની ફૂલ એચડી+ AMOLED ડિસ્પ્લે આપવામા આવી છે. ફોન એન્ડ્રોઇડ 11 ફનટચ ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોનમાં પરફોર્મન્સ માટે મીડિયાટેક ડાયમેન્સિટી 700 SoC પ્રૉસેસર યૂઝ કરવામાં આવ્યુ છે. આમાં 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ આપવામાં આવ્યુ છે, જેને માઇક્રોએસડી કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. 


કેમેરા અને બેટરી-- 
Vivo V21e 5G સ્માર્ટફોનમાં ફોટોગ્રાફી માટે ડ્યૂલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. જેનો પ્રાઇમરી કેમેરો 64 મેગાપિક્સલનો હશે. વળી સેકન્ડરી કેમેરો 8 મેગાપિક્સલનો આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કૉલિંગ માટે આમાં 32 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો આપવામાં આવ્યો છે. 


ફોનને દમદાર બનાવવા માટે Vivo V21e 5G સ્માર્ટફોનમાં 4000mAhની બેટરી આપવામાં આવી છે. જે 44 વૉટ ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. દાવો છે કે ફોન અડધા કલાકમાં 72 ટકા સુધી ચાર્જ થઇ શકે છે. કનેક્ટિવિટી માટે આમાં વાઇ-ફાઇ, બ્લૂટૂથ, જીપીએસ, યુએસબી પોર્ટ જેવા ફિચર્સ મળી શકે છે.


OnePlus Nord CE 5G સાથે થશે ટક્કર- 
Vivo V21e 5Gને ભારતમાં OnePlus Nord CE 5G સ્માર્ટફોન સાથે ટક્કર થવાની છે. આ ફોનમાં પણ દમદાર ફિચર્સ આપવામાં આવ્યા છે. આના કેમેરાથી લઇને બેટરી અને અન્ય ફિચર્સ વીવોના આ 5જી ફોન જેવા જ છે. ખાસ વાત છે કે વનપ્લસના આ ફોનના 8GB રેમ અને 128GB સ્ટૉરેજ વાળા વેરિએન્ટની કિંમત 24,999 રૂપિયા છે.