નવી દિલ્હી: ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાએ વધતી સ્પર્ધાને ધ્યાનમાં રાખીને બજારમાં 218 અને 248 રૂપિયાના નવા પ્રીપેડ પ્લાન રજૂ કરવામાં આવ્યાં છે. આ બંને યોજનામાં ગ્રાહકોને અમર્યાદિત કોલિંગ અને ડેટા સુવિધા મળે છે. આ સિવાય, કંપની આ બંને રિચાર્જ યોજનાઓ સાથે પ્રીમિયમ એપ્લિકેશન્સનું પણ નિ:શુલ્ક સબ્સ્ક્રિપ્શન આપી રહી છે. ટેરિફ વધારા બાદ નવી રેન્જવાળી ઘણી નવી પ્રીપેડ યોજનાઓ શરૂ કરવામાં આવી છે જેમાં અમર્યાદિત કોલિંગ આપવામાં આવ્યું છે.

આ યોજનામાં ગ્રાહકોને 8 GB ડેટા સુધી અને 100 SMSની સુવિધા મળશે. આ ઉપરાંત વપરાશકર્તાઓ કોઈપણ નેટવર્ક પર અમર્યાદિત કોલિંગ કરી શકશે. આ સિવાય ગ્રાહકો માટે કંપની વોડાફોન પ્લે અને zee 5 પ્રીમિયમ એપનું મફ્ત સબ્સ્ક્રિપ્શન આપશે. આ પેકની મર્યાદા 28 દિવસની છે.

વોડાફોન-આઈડિયાએ 218, 248 અને 269 રૂપિયાનો પ્લાન લોન્ચ કર્યો હતો.