Vodafoneનું 109 રૂપિયાવાળું પેક
Vodafoneના આ પ્લાનમાં યુઝર્સને 1 જીબી ડેટા સાથે 300 એસએમએસ મળી રહ્યા છે. સાથે જ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગની સુવિધા પણ મળે છે. એટલું જ નહીં તેમાં વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાન કેટલાક સર્કલ્સમાં જ મળતા 99 રૂપિયાવાળા પ્લાનનું અપગ્રેડ પેક છે. 99 રૂપિયાવાળા પ્લાનમાં 18 દિવસની વેલિડિટી મળી રહી હતી. ल रही थी.
Vodafoneનું 169 રૂપિયાવાળું પેક
વોડાફોનના આ પ્લાન 109 રૂપિયા જેવો જ છે. પરંતુ આ પ્લાન અંતર્ગત ડેટા એસએમએસ વધારે મળી રહ્યા છે. જેમાં દરરોજ 1 જીબી ડેટા અને 100 એસએમએસ મળી રહ્યા છે. સાથે જ વોડાફોન પ્લે અને Zee5 એપ્સનું ફ્રી સબ્સક્રિપ્શન પણ આપવામાં આવી રહ્યું છે. આ પ્લાનની વેલિડિટી 20 દિવસની છે. આ પ્લાનમાં પણ યુઝર્સ તમામ નેટવર્ક પર અનલિમિટેડ કોલિંગ કરી શકે છે.
Jioનું 129 રૂપિયાવાળું પેક
Jioના આ પેકમાં કુલ 2 જીબી ડેટા મળે છે. તેમાં જિયો ટૂ જિયો અનલિમિટેડ કોલ જ્યારે નોન જિયો નેટવર્ક પર 1000 કોલિંગ મિનિટની સુવિધા આપવામાં આવી રહી છે. આ પ્લાનમાં 28 દિવસ માટે 300 એસેમએસ અને જિયો એપ્સ સબ્સ,ક્રિપ્શન જેવા લાબ પણ મળી રહ્યા છે. આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.
Jioનું 149 રૂપિયાવાળું પેક
આ પ્લાન અંતર્ગત યુઝર્સને દરરોજ 1 જીબી ડેટા એટલે કે 24 જીબી ડેટા મળી રહ્યા છે. ઉપરાંત જિયો ટૂ જિયો અનલિમિટેડ અને નોન જિયો નેટવર્ક માટે 300 કોલિંગ મિનિટ FUP મળી રહ્યા છે. આ પેકમાં દરરોજ 100 SMS અને જિયો એપ્સ સબ્સક્રિપ્શન જેવા ફાયદા આપવામાં આવી રહ્યા છે. તેની વેલિડિટી 24 દિવસની છે.