Safe Yourself : ઈન્ટરનેટ આજે આપણા સૌ માટે અનિવાર્ય જરૂરિયાત બની ગઈ છે. આજે આપણે કોઈ પણ કામ કરવું હોય તો તે ઈન્ટરનેટ વગર શક્ય નથી. જ્યાં એક તરફ ઈન્ટરનેટે આપણું જીવન પહેલા કરતા વધુ સરળ અને સારું બનાવ્યું છે તો બીજી તરફ મુશ્કેલીઓ પણ વધારી દીધી છે. હકીકતમાં ઇન્ટરનેટ પર થોડી બેદરકારી આપણો મૂલ્યવાન ડેટા ખોટા હાથમાં મોકલી શકે છે. ઈન્ટરનેટના વધતા ઉપયોગને જોતા હેકર્સ પણ સક્રિય થઈ ગયા છે અને લોકોને અલગ-અલગ રીતે પોતાનો શિકાર બનાવી રહ્યા છે. જો કે, જો તમે થોડી સમજણ દાખવો તો તમે હેકિંગથી બચી શકો છો. આજે આ લેખ દ્વારા અમે તમને જણાવીશું કે તમે ઇન્ટરનેટ પર હેકિંગનો શિકાર બનવાથી પોતાને કેવી રીતે બચાવી શકો છો.


આ માટે તમારે કોઈ અલગથી મહેનત કે જ્ઞાન લેવાની જરૂર નથી. તમારે ફક્ત કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવું પડશે અને સતર્ક રહીને ઇન્ટરનેટ સર્ફ કરવું પડશે. આ વાતોને માત્ર તમારા સુધી જ સીમિત ન રાખો, પરંતુ પરિવારના અન્ય લોકોને અને બાળકોને પણ જણાવો.


વેબ બ્રાઉઝરને અપડેટ રાખો


ઈન્ટરનેટ એક્સેસ કરવા માટે તમે જે પણ વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તેને હંમેશા અપ-ટૂ-ડેટ રાખો. બ્રાઉઝર અપડેટ્સ સમયાંતરે આવે છે જેમાં નવા સુરક્ષા અપડેટ્સ, બગ સંબંધિત સમસ્યાઓનું સમાધાન વગેરે કરવામાં આવ્યું છે. આ સ્થિતિમાં જો તમે તમારું બ્રાઉઝર અપડેટ નથી કરતા તો હેકર્સ માટે તમારી સુરક્ષામાં ઘુષણખોરી કરવી ખુબ જ સરળ બની જાય છે.


પાસવર્ડ


જ્યારે પણ તમે ઈન્ટરનેટ પર કોઈપણ વેબસાઈટ અથવા અન્ય જગ્યાએ લોગ-ઈન કરો છો ત્યારે તમારે લોગ-ઈન વિગતોની જરૂર હોય છે. તમારી લોગ-ઇન વિગતોને હંમેશા મજબૂત બનાવો. કહેવાનો અર્થ એ છે કે તમારો પાસવર્ડ એવો હોવો જોઈએ કે હેકર્સ તેને ભૂલથી પણ ક્રેક ન કરી શકે અને તેમના માટે અનુમાન લગાવવું મુશ્કેલ હોય. ઘણા લોકો જન્મતારીખને પોતાનો પાસવર્ડ બનાવે છે, જે હેકર્સ માટે પાસવર્ડ ક્રેક કરવાનું સરળ બનાવે છે. એટલા માટે હંમેશા એવો પાસવર્ડ પસંદ કરો જે સૌથી યુનિક હોય. જો તમે ઇચ્છો તો તમે Google પાસવર્ડ મેનેજરની મદદથી તમારા માટે એક મજબૂત પાસવર્ડ પસંદ કરી શકો છો.


બ્રાઉઝરનું પાલન કરો


ઘણી વખત જ્યારે તમે ઈન્ટરનેટ સર્ફિંગ કરીને કોઈ વસ્તુ ડાઉનલોડ કરો છો, ત્યારે તમે ઘણી વાર જોયું હશે કે તમારું બ્રાઉઝર તમને ચેતવણી આપે છે કે આ ફાઇલ સુરક્ષિત નથી અથવા આ વેબસાઇટ સુરક્ષિત નથી. આ સ્થિતિમાં જો તમે ચેતવણીને અવગણશો તો તમારો ડેટા હેક થઈ શકે છે. હંમેશા સર્ચ એન્જિનની ચેતવણીઓ કાળજીપૂર્વક વાંચો અને સાવધાનીપૂર્વક સર્ફ કરો.


સિક્યુરિટીને બનાવો વધુ આકરી 


તમે જે પણ બ્રાઉઝરનો ઉપયોગ કરો છો તેમાં કેટલાક ખાસ સુરક્ષા વિકલ્પો ઉપલબ્ધ છે. વધુ સારી સુરક્ષા માટે સેફ બ્રાઉઝિંગ પ્રોટેક્શન ચાલુ રાખો. આમ કરવાથી તમારું બ્રાઉઝર તમને બધી નકલી વેબસાઇટ્સ પર વધુ સુરક્ષા પુરી પાડશે.


ટૂ સ્ટેપ ઓથેંટિકેશન


ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન એટલે સુરક્ષાનું બીજું સ્તર. જો તમે તમારી જાતને ઈન્ટરનેટની દુનિયામાં સુરક્ષિત રાખવા માંગતા હો તો દરેક જગ્યાએ ટુ-સ્ટેપ ઓથેન્ટિકેશન ઓન જ રાખ્કો. આ સાથે જ્યારે પણ કોઈ વ્યક્તિ અથવા તમે તમારા એકાઉન્ટમાં લોગ ઇન કરો છો, ત્યારે તમારે બે સુરક્ષા ચેક પોઇન્ટમાંથી પસાર થવું પડશે. આવી સ્થિતિમાં હેકર્સ માટે તમારો પાસવર્ડ અથવા તમારો ડેટા ચોરી કરવાનું નહીં સરળ રહે. દરેક નાની એપ્લિકેશનથી લઈને મોટી વેબસાઈટ પર ટુ સ્ટેપ ઓથેન્ટિકેશન હાજર છે.


આ કેટલીક સરળ બાબતો છે જેને જો તમે ધ્યાનમાં રાખશો તો તમે તમારી જાતને ઇન્ટરનેટની દુનિયામાં હેકિંગનો શિકાર બનવાથી બચાવી શકો છો. ધ્યાનમાં રાખો, સતર્કતા એ એકમાત્ર રસ્તો છે જે તમે તમારી જાતને હેકર્સથી બચાવી શકો છો. જો તમે ઈન્ટરનેટ પર કોઈ પણ કામ બેદરકારીથી કરો છો અથવા ઉતાવળમાં કરો છો, તો તમારી વર્ષોની મહેનત વ્યર્થ થઈ શકે છે.