WhatsApp Webમાં હાલમાં ક્યૂઆર કોડ સ્કેન કરીને લોગિન કરવામાં આવે છે, પરંતુ વધારાની સિક્યોરિટી માટે ફેસ અનલૉક અને ફિંગરપ્રિન્ટ સેન્સરનો સપોર્ટ આપવામાં આવ્યું છે.
નવા અપડેટ બાદ WhatsApp Web ના ઉપયોગ માટે પહેલા યૂઝરે ક્યૂઆર કોડ સાથે સ્કેન કરવું પડશે અને તેના બાદ ડિવાઈઝને લિંક કરવું પડશે. ડિવાઈસ લિંક તરીકે તમારે ફેસ આઈડી કે ફિંગરપ્રિન્ટ સ્કેનરનો ઉપયોગ કરવો પડશે.
કંપનીએ કહ્યું કે, બાયોમેટ્રિક ડીટેલ સ્ટોર નહીં કરે. સાથે જ વ્હોટ્સએપે એ પણ કહ્યું કે, બાયોમેટ્રિક ડિટેલથી યૂઝર્સના ફોનનું એક્સેસ નહીં લેવામાં આવે. હાલમાં આ ફીચર કેટલાક યૂઝર્સ માટે જ છે, જેની ટ્રાયલ ચાલી રહી છે, પરંતુ જલ્દીજ તેને તમામ યૂઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવશે.