જો કે આઇફોન કે ઓઇઓએસ યુઝર્સ ડિલિટ મેસેજને પરત નથી લાવી શકતા. એન્ડ્રોઇડ યુઝર્સ માત્ર એક સિમ્પલ ટ્રિકથી ડિલિટ કરેલા મેસેજ વાંચી શકશે. જો કે યુઝર્સે આ ફેસેલિટી માટે થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવી પડશે. આ એપ કેવી રીતે ડાઉન લોડ કરશો. જાણીએ..
થર્ડ પાર્ટી એપ ડાઉનલોડ કરવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાં જવું અનેWhats Removed+ નામના થર્ડ પાર્ટી એપને ડાઉનલોડ કરી લો.
Whats Removed+ એપની સાઇઝ 4.90MD છે. જેવું એપ ડાઉનલોડ કરશો કે ઓપનનું ઓપ્શન આવશે. તેને ઓપન કરી લો. ત્યારબાદ ટર્મ અને કંડિશનને એક્સ્પેટ કરી લો. ત્યારબાદ આ એપ્સ આપને સિલેક્ટ કરવાનું ઓપ્શન આપશે. આપને આ ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે અને કન્ટીન્યૂ પર ક્લિક કરવાનું રહેશે.
ત્યારબાદ Whats Removed+ આપને સેવ કરવા અને ન કરવા માટે પૂછશે.અહીં આપ આપની પસંદગીનું ઓપ્શન ક્લિક કરી શકશો. ત્યારબાદ આ એપ આપને એવા પેજ પર લઇ જશે. આ પેજ પર પહોંચ્યા બાદ ડિટેક્ટેડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. જેવું આ ઓપ્શન ઇનેબલ થશે કે આપ ડિલિટ કરેલા બધા જ મેસેજ આપ વાંચી શકશો.
ડિલિટ કરેલા મેસેજ એપમાં વ્હોટસએપ ઓપ્શનની અંદર જોવા મળશે. જો કે આ થર્ડ પાર્ટી એપ ઘણા એડથી ભરચક હોય છે.સામાન્ય રીતે આવા એપ્સ યુઝરના ડેટા કલેક્ટ કરે છે. આ સ્થિતિમાં આપના માટે પ્રાઇવેસી મહત્વની હોય તો આ એપને જોઇ વિચારીને ડાઉન લોડ કરવી.